સરકારી નોકરીઃ CISFમાં 249 પદો પર મહિલા અને પુરુષ ઉમેદવારની ભરતી, 3 માર્ચ સુધી ઓફલાઈન અરજી કરી શકાશે
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલના 249 પદો પર મહિલા અને પુરુષ ઉમેદવારની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી મિડીયા વિનર અથવા પાર્ટીસિપેન્ટ હોય તેવા મેરીટોરિયસ સ્પોર્ટ્સ પર્સન માટે છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 3 માર્ચ 2022 સુધી ઓફલાઈન અરજી કરી શકે છે.

ઉપર જણાવવામાં આવેલ લાયકાતો ધરાવતા મેરીટોરિયસ સ્પોર્ટ્સમેન અથવા સ્પોર્ટ્સવુમન જેમણે 1 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 અથવા કોઈપણ ટૂર્નામેન્ટ/ કોમ્પિટીશન/ ગેમમાં ભાગ લીધો હોય તે આ પદો માટે અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોએ ભારત દેશના કોઈપણ રાજ્ય અથવા દેશ બહાર પણ ફરજ બજાવવાની રહેશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ઉમેદવાર રાજ્યકક્ષાએ/ રાષ્ટ્રીય કક્ષાએ/ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ અથવા એથલેટિક્સ સાથે માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ધોરણ 12 પાસ હોવો જોઈએ.

CISF Head Constable Recruitment 2021- વય મર્યાદા

18થી 23 વર્ષ

CISF Head Constable Recruitment 2021- શારિરીક લાયકાત

ઉંચાઈ

પુરુષ - 167 cm
મહિલા - 153 cm

છાતી

પુરુષ - 81-86 cm

વજન

મહિલા અને પુરુષ ઉમેદવારોનું વજન મેડિકલ સ્ટાન્ડર્ડ તેમની ઉંચાઈ અને વયના પ્રમાણમાં હોવી જોઈએ.

આ પણ વાંચો : Yo-Yo Test : ખેલાડી 8 મિનિટમાં 2 કિમી નહીં દોડે તો કપાઈ જશે પગાર! ક્રિકેટ બોર્ડનો આકરો નિર્ણય


વ્યક્તિગત ઈવેન્ટ:

સિનિયર/જુનિયર ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટના સભ્ય રૂપે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા
સિનિયર/જુનિયર નેશનલ ગેમ્સ/ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા હોવા જોઈએ.
સિનિયર/જુનિયર કક્ષાએ નેશનલ ગેમ્સ/ નેશનલ ચેમ્પિયનશિપમાં રાજ્ય અથવા તેની સમકક્ષ પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ. અથવા
ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં કોઈપણ મેડલ મળેલું હોવું જોઈએ.
નેશનલ સ્કૂલ ગેમ્સ/ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા    249
લાયકાત    ધો. 12 પાસ સાથે સંલગ્ન રમત ગમતમાં સમાવેશ
પસંદગી પ્રક્રિયા    શારીરિક કસોટી અને લેખિત કસોટી દ્વારા
અરજી કરવાની ફી    પુરુષ ઉમેદવારો માટે રૂ. 100
અરજી કરવાની અંતિમ તારીખ    3--3-2022