પેપરલીક કાંડઃ AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ઇસુદાનની અટકાયત

સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા, જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.


આજે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં આપ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી. તેમજ પેપર લીક કાંડમાં જેમની સંડોવણી છે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માગ કરી હતી. યુથ વિંગના પ્રવીણ રામે જણાવ્યું હતું કે. આમ આદમી પાર્ટી અને યુથ વિંગ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા, જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઉપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઉપસ્યા હોવાનું આપ કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોના માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આપ કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.