રાજકારણ@દેશ: મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ થશે ? શરદ પવારની PM મોદી સાથે બેઠક
રાજકારણ@દેશ: મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ થશે ? શરદ પવારની PM મોદી સાથે બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મળતી વિગતો પ્રમાણે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં આવી છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એવા સમાચારે સામે આવ્યા કે, વિપક્ષી દળ પવારને રાષ્ટ્રપતિ સ્વરૂપે જોવા ઈચ્છે છે. જોકે, મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતાએ આ અટકળોને ફગાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલમાં જ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, કેબિનેટમાં મહારાષ્ટ્રના પૂર્વ CM અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ તેમને મંત્રી બનાવાયા નહીં. જે બાદ રાજકીય પંડિતો માને છે કે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ ગમે ત્યારે બદલાઈ શકે છે. નોંધનીય છે કે, શરદ પવારે દિલ્હીમાં આ પહેલા બે વાર બેઠક કરી છે. પહેલી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે અને બીજી રાજનાથ સિંહ સાથે. બંને નેતાઓ સાથે મુલાકાત બાદ હવે પવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.