રેઈડ@રાજસ્થાન: ઈન્કમટેક્ષ વિભાગની મોટી કાર્યવાહી, 2000 કરોડની બેનામી સંપત્તિનો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે જયપુરમાં ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં બુલિયન વેપારી અને બે રીયલ સ્ટેટ ડેવલોપરને ત્યાં દરોડા પાડ્યાં હતા. આ દરમ્યાન ઈન્કમટેક્ષ વિભાગને પોણા બે હજાર કરોડ રૂપિયાની બ્લેકમની વિશે માહિતી મળી છે. દરોડા દરમ્યાન વેપારીને ત્યાં એક સુરંગ પણ મળતાં 700 કરોડ રૂપિયાની સંપતિ હોવાનુ સામે
 
રેઈડ@રાજસ્થાન: ઈન્કમટેક્ષ વિભાગની મોટી કાર્યવાહી, 2000 કરોડની બેનામી સંપત્તિનો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે જયપુરમાં ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં બુલિયન વેપારી અને બે રીયલ સ્ટેટ ડેવલોપરને ત્યાં દરોડા પાડ્યાં હતા. આ દરમ્યાન ઈન્કમટેક્ષ વિભાગને પોણા બે હજાર કરોડ રૂપિયાની બ્લેકમની વિશે માહિતી મળી છે. દરોડા દરમ્યાન વેપારીને ત્યાં એક સુરંગ પણ મળતાં 700 કરોડ રૂપિયાની સંપતિ હોવાનુ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના જયપુરમા ઈન્કમટેક્ષ વિભાગે ગોકુલ કૃપા બિલ્ડર્સને ત્યાં રેઈડ કરી હતી.  માનસરોવરમાં બનેલા ઓફિસના બેઝમેન્ટમાંથી ગુલાબી રંગની પોટલીયો મળી છે. જેમાંથી બેનામી સંપતિના દસ્તાવેજો હતા. ગુલાબી પોટલીયોમાં પ્રોપર્ટીને કેશમાં થયેલી ખરીદીની પાવતીઓ પણ જપ્ત કરવામાં આવી છે. વિભાગને કેટલીક ડાયરીઓ પણ હાથ લાગી છે, જેમાં મોટી સંખ્યામાં કેશની લેવડ-દેવડ નો હિસાબ મળી આવ્યો હતો. બિલ્ડર સમુહ દ્વારા રેરામાં 765 કરોડના પ્રોજેક્ટ રજીસ્ટર્ડ કરાયેલા હતા. જેમાથી એક પણ પ્રોજેક્ટના આ ગ્રુપે ઈન્કમટેક્ષ નહોતો ભર્યો. જપ્ત કરાયેલ દસ્તાવેજોમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે,  ગોકુલ કૃપા બિલ્ડર્સના 2018-19માં 100 કરોડ રૂપિયાની પ્રોપ્રટી ઈન્કમટેક્ષ ભર્યા વગર ખરીદી કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજસ્થાનના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલ આ સૌથી મોટી રેઈડ છે. ઈન્કમટેક્ષ વિભાગની આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલી હતી. જેમાં 200 કર્મચારીઓવાળી 50 ટીમો સતત પાંચ દિવસ સુધી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી.