રાજકોટઃ વ્યાજખોરોનાં ત્રાસથી બે પુત્રોની માતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
RAJKOT
પતિએ બજાજ ફાઇનાન્સ કંપની માંથી લોન મેળવીને ઘર ખરીદ કર્યું હતું. ખરીદ કર્યા બાદ મારા પતિને લોન આપનારાઓ સતત વ્યાજ માટે શારીરિક તેમજ માનસિક દુઃખ આપી હેરાન પરેશાન કરતા હતા.

અટલ સમાચાર, ડેસ્ક


રાજકોટની કલેક્ટર કચેરી ખાતે બે પુત્રોની માતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે ફિનાઈલ પી જવાના કારણે મહિલાને ઝેરી અસર પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતા પ્રદ્યુમન નગર પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને મહિલા પાસેથી એક અરજી પણ મળી છે. જે અરજીમાં મહિલાએ લખ્યું છે કે હું હાલ વિધવા જેવું જીવન વિતાવું છું. તેમજ સંતાનમાં મારે બે પુત્રો છે. સાત વર્ષ પૂર્વે મારા પતિ બીપીનભાઈ પીઠવા નું અવસાન થયું હતું.


સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે તે સમયે મારા પતિએ બજાજ ફાઇનાન્સ કંપની માંથી લોન મેળવીને ઘર ખરીદ કર્યું હતું. ખરીદ કર્યા બાદ મારા પતિને લોન આપનારાઓ સતત વ્યાજ માટે શારીરિક તેમજ માનસિક દુઃખ આપી હેરાન પરેશાન કરતા હતા. નરેન્દ્ર ડાંગર, પિયુષ ગુપ્તા, જનક કાકડીયા નામના વ્યક્તિઓએ મારા પતિને ધમકી આપી પૈસા આપવા માટે દબાણ પણ કરતા હતા. તમામ લોકો મારા પતિને મારકુટ કરતાં તેમજ તેમને અસહ્ય માનસિક ત્રાસ પણ આપતા હતા. જેના કારણે મારા પતિ મરવા માટે મજબૂર થયા હતા. ત્યારે મહિલાએ પંદર દિવસ પૂર્વે કલેકટર માં અરજી કરી હતી. જે અડધી અંતર્ગત કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં સોમવારના રોજ તેને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.