રોજગાર@ગુજરાત: હાઇકોર્ટમાં પટાવાળા માટેની ભરતી, 1499 જગ્યાઓ પર આ રીતે કરી શકશો આવેદન

 
Gujarat High Court

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઇકોર્ટમાં પટાવાળા અને અન્ય પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 6 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આવેદન કરવાની છેલ્લી તારીખ 29 મે 2023 છે. આ ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માટે તમે સત્તાવાર વેબલાઇટ https://gujarathighcourt.nic.in/ની મુલાકાત લઇ શકો છો.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

 

કેટલી જગ્યાઓ ખાલી?

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ 1499 જગ્યા ખાલી છે જેમાં પુરુષ માટે General Categoryની 704, SC વર્ગની 80, ST વર્ગની 224, SEBC વર્ગની 356, EWS વર્ગની 135 જગ્યા છે તેવી જ રીતે મહિલા માટે General Categoryની 223, SC વર્ગની 21, ST વર્ગની 71, SEBC વર્ગની 112, EWS વર્ગની 41 જગ્યા છે. વિકલાંગો માટે 58 તથા પૂર્વ-સૈનિકો માટે 290 જગ્યા આરક્ષિત કરવામાં આવી છે.

પગાર ધોરણ કેટલું ? 

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક રૂપિયા 14,800 થી લઇ 47,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. ઉમેદવારને અન્ય સરકારી ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે.

 

લાયકાત શું છે ? 

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે SSC એટલે કે ધોરણ-10 પાસ કરેલું હોવું જોઈએ તથા ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

કઇ રીતે થશે પસંદગી?

આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 50 ટકા ગુણ તથા અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ 45 ટકા ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ આ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે અને ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

1. સૌ પ્રથમ https://hc-ojas.gujarat.gov.in/ પર જાઓ

2. હવે ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ

3. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

4. હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો

5. હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો