ધાર્મિક@દેશ: કોરોનાકાળમાં અમરનાથની પવિત્ર ગુફા અને લાઈવ આરતીને લઇ આ સુવિધા કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક લાખો ભક્તો આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે અમરનાથજીની પવિત્ર ગુફાના દર્શન કરી શક્યા નથી તેમના માટે શ્રાઇન બોર્ડ વર્ચ્યુઅલ મોડમાં દર્શન, હવન અને પ્રસાદ સહિતની સુવિધાઓ લાવ્યું છે. આ વર્ષે રિલાયન્સ જિયો દ્વારા અમરનાથ આરતીનું લાઈવ પ્રસારણ-સ્ટ્રીમિંગ આરંભી દેવાયુ છે ‘ભક્તો હવે પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઇન બૂક કરી શકે
 
ધાર્મિક@દેશ: કોરોનાકાળમાં અમરનાથની પવિત્ર ગુફા અને લાઈવ આરતીને લઇ આ સુવિધા કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લાખો ભક્તો આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે અમરનાથજીની પવિત્ર ગુફાના દર્શન કરી શક્યા નથી તેમના માટે શ્રાઇન બોર્ડ વર્ચ્યુઅલ મોડમાં દર્શન, હવન અને પ્રસાદ સહિતની સુવિધાઓ લાવ્યું છે. આ વર્ષે રિલાયન્સ જિયો દ્વારા અમરનાથ આરતીનું લાઈવ પ્રસારણ-સ્ટ્રીમિંગ આરંભી દેવાયુ છે ‘ભક્તો હવે પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઇન બૂક કરી શકે છે, અને ગુફાના પૂજારી ભક્તોના નામે પૂજા હવન કરાવશે. બૂક કરાવેલો પ્રસાદ ભક્તોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે,’ તેમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ઓનલાઇન સેવાઓમાં હવે ભક્તો સમગ્ર વિશ્વમાં ગમે ત્યાંથી પવિત્ર ગુફામાં ભગવાન શિવજીની ઓનલાઇન વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકશે. જિયોટીવી પર લાઇવ આરતીનો અલૌકિક અનુભવ ભક્તો સમક્ષ રજૂ કર્યો છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી કરોડો ભક્તો જિયોની અન્ય વિવિધ એપ્લિકેશનો પરથી કેટલીક સેવાઓ મેળવી શકે છે, તેમ જાણકારોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત જિયોમીટ પર વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકાશે. તેના દ્વારા ભક્તો વર્ચ્યુઅલ પૂજા રૂમમાં જઈને પૂજારીની હાજરીમાં પોતાના નામ અને ‘ગોત્ર’ના ઉલ્લેખ સાથે પૂજા કરી શકશે. પવિત્ર ગુફામાં આવેલા બરફના શિવલિંગની વર્ચ્યુઅલ પૂજા અને દર્શન પોતાના નામ સાથે કરાવવા માટે ભક્તો શ્રાઇન બોર્ડની વેબસાઇટ www.shriamarnathjishrine.com અથવા બોર્ડની મોબાઇલ એપ ઉપર જઈને ઓનલાઇન પૂજા /હવન /પ્રસાદ સહિતની સેવાઓ બૂક કરી શકે છે. જ્યારે બૂકિંગ પ્રક્રિયા સંપન્ન થઈ જાય એટલે બૂકિંગ કરાવનાર ભક્તને જિયોમીટ પર વર્ચ્યુઅલ ઓનલાઇન રૂમમાં જવા માટે એક લિંક મળશે. નિર્ધારિત સમયે વ્યક્તિ આ લિંક પર ક્લિક કરીને રૂમમાં પ્રવેશ મેળવી શકશે અને અહીં પૂજારી પૂજા /હવન કાર્ય કરાવશે.