ગુજરાતઃ ગ્રામ પંચાયતની ચૂંટણીના વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

ચર્ચા પ્રમાણે આ વીડિયો અંજાર તાલુકાનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ અંગે હજી કોઇ પુષ્ટી થઇ નથી.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જે બાદથી એક વીડિયો સોશિયલ મીડિયામા ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગ્રામ પંચાયતના વિજય સરઘસનો છે. વિજય સરઘસના આ વાયરલ વીડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગતા સંભળાઇ છે. ચર્ચા પ્રમાણે આ વીડિયો અંજાર તાલુકાનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ અંગે હજી કોઇ પુષ્ટી થઇ નથી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ વીડિયોમાં લોકોનું ટોળું પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા દેખાઇ રહ્યા છે. આ અંગેની ચર્ચાઓ પ્રમાણે, આ વીડિયોમાં જોવા મળી રહેલા ઉમેદવાર અને સમર્થકો કચ્છના દૂધઈ ગામના વતની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જોકે, આ વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે. જેની સાથે કચ્છ પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે.

આ અંગે જ્યારે અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર સાથે ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ કે, આ રીતનો જે બનાવ બન્યો છે તે શરમજનક છે. હિન્દુસ્તાનમાં રહીને પણ પાકિસ્તાનના નારા લગાવવા તે ઘણું જ દુર્ભાગ્ય કહેવાય. આમની સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ શરમજનક છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે,' આજે વહેલી સવારે આ અંગેનો ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. તમામ લોકોને પકડવામાં આવશે.'