સ્પેશ્યલઃ આજે બિરસા મુંડા જયંતિ, જાણો શા માટે આદિવાસી તેમને ભગવાન માને છે
file photo
બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા.

અટલ સમાચાર, ડેસ્ક


બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે 146મી જન્મજયંતિ છે. મુંડા જાતિના લોકગીતોમાં અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્બા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. રાષ્ટ્રીય આંદોલન પર તેમના પ્રભાવને જોતાં 2000માં તેમની જયંતિ પર ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

બિરસાએ મોટાભાગનું બાળપણ પોતાના માતા-પિતા સાથે એક ગામથી બીજા ગામ જવામાં વિતાવ્યું હતું. તેઓ છોટાનાગપુર પઠાર ક્ષેત્રમાં મુંડા જનજાતિના હતા. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ સલગામાં શિક્ષક જયપાલ નાગના માર્ગદર્શનમાં મેળવ્યું. જયપાલ નાગની ભલામણથી બિરસાએ જર્મન મિશન સ્કૂલમાં સામેલ થવા માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. જોકે, તેમણે કેટલાક વર્ષો બાદ સ્કૂલ છોડી દીધી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. બ્રિટિશ સંસ્થાનવાદી શાસક અને આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાના મિશનરીઓના પ્રયાસો વિશે જાગૃતિ મેળવ્યા બાદ બિરસાએ 'બિરસૈત'ની આસ્થા શરૂ કરી. ટૂંક સમયમાં જ મુંડા અને ઉરાંવ સમુદાયના સભ્યો બિરસૈત સંપ્રદાયમાં જોડાવા લાગ્યા અને બ્રિટિશ ધર્માંતરણ પ્રવૃત્તિઓ માટે આ એક પડકાર બની ગયો.


1886થી 1890ના સમયગાળા દરમ્યાન બિરસા મુંડાએ ચાઈબાસામાં ઘણો સમય વિતાવ્યો, જે સરદારોના આંદોલનના કેન્દ્રની નજીક હતું. સરદારોની પ્રવૃત્તિઓનો યુવા બિરસા પર ઊંડો પ્રભાવ પડ્યો, જેથી તેઓ તરત જ મિશનરી વિરોધી અને સરકાર વિરોધી કાર્યક્રમનો ભાગ બની ગયા. 1890માં જ્યારે તેમણે ચાઈબાસા મૂક્યું, ત્યાં સુધી બિરસા આદિવાસી સમુદાયો પર અંગ્રેજોના જુલમ સામેના અંદોલનમાં મજબૂત રીતે સામેલ થયા.

3 માર્ચ 1900ના બિરસા મુંડાની બ્રિટિશ પોલિસે ચક્રધરપુરના જામકોપઈ જંગલમાં ધરપકડ કરી હતી. 9 જૂન, 1900ના રોજ 25 વર્ષની યુવાન વયે રાંચીની જેલમાં તેમનું મૃત્યુ થયું. તેઓ ઓછું પણ અકલ્પનીય જીવન જીવ્યા. બિરસા માત્ર 25 વર્ષની વયે દેશ માટે શહીદ થયા હતા અને અંગ્રેજો સામે લડતની પ્રેરણા આપી હતી જેને કારણે દેશ આઝાદ થયો. ઝારખંડના સિંહભૂમિ અને રાંચીમાં રહેતા મુંડા જાતિના લોકો આજે પણ બિરસાને ભગવાન તરીકે પૂજે છે.
 

1897થી 1900 દરમ્યાન મુંડાઓ અને અંગ્રેજ સૈનિકો વચ્ચે યુદ્ધ થતાં રહ્યા અને બિરસા અને તેમના ચાહનારાઓને લીધે અંગ્રેજો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઓગસ્ટ 1897માં બિરસા અને તેના 400 સૈનિકોએ તીર કમાનોથી સજ્જ ખુંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. 1898માં તાંગા નદી કિનારે મુંડાઓની અથડામણ અંગ્રેજ સેનાઓ સાથે થઈ જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઈ પણ પછી તેના બદલામાં ઘણાં આદિવાસી નેતાઓની ધરપકડ થઈ. 10 નવેમ્બર 2021ના ભારત સરકારે 15 નવેમ્બર એટલે કે બિરસા મુંડાની જયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી.
Published by:Nirali Dave