વેપારઃ ગુરુવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંમતમાં આટલા રૂપિયાની તેજી જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક ગુરુવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંતમાં તેજી જોવા મળી છે. MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 44 રૂપિયા પર પહોંચી છે. ભાવમાં 0.09 ટકા વધારા બાદ આજે સોનાની કિંમત 47,543 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. જ્યારે ચાંદી (silver price today)ની કિંમત પણ થોડી વધી છે. ચાંદીમાં આજે 174 રૂપિયાનો એટલે
 
વેપારઃ ગુરુવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંમતમાં આટલા રૂપિયાની તેજી જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક

ગુરુવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંતમાં તેજી જોવા મળી છે. MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 44 રૂપિયા પર પહોંચી છે. ભાવમાં 0.09 ટકા વધારા બાદ આજે સોનાની કિંમત 47,543 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. જ્યારે ચાંદી (silver price today)ની કિંમત પણ થોડી વધી છે. ચાંદીમાં આજે 174 રૂપિયાનો એટલે કે 0.27 ટકા વધારો નોંધાયો છે. આ સાથે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત વધીને 65,781 રૂપિયા થઈ છે.

ડૉલર નબળો પડતા સોનાની ચમક વધી છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન હાજર સોનાની માંગમાં વધારો થતાં કિંમત વધી છે. સ્પૉટ માર્કેટમાં પણ તેજી જોવા મળી છે. ગ્લોબલ ટ્રેન્ડનો પણ સોનાની કિંમતને સથવારો મળ્યો છે. USમાં ટ્રેઝરી યીલ્ડ વધતા કિંમતને સપોર્ટ મળ્યો છે. FEDના નિવેદન બાદ સોનાની કિંમત વધી છે. અનેક દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી કરી રહી છે. ક્રૂડના ભાવમાં વધારાથી પણ સોનાની કિંતમને સપોર્ટ મળ્યો છે. ગલ્ફ દેશોમાં પણ સોનાની માંગ વધવાની આશા છે. ભારતમાં કોરોના બાદ સોનાની આયાત વધી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી સોનાનો ભાવ 57 હજાર રૂપિયાથી લઈને 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. ચાંદીના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. મોટાભાગના ટ્રેડર્સનું માનવું છે કે દિવાળી અથવા ડિસેમ્બર સુધી ચાંદીની કિંમત 76,000 રૂપિયાથી 82,000 પ્રતિ કિલોગ્રામ જઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોના ઉપરાંત એલ્યુમિનિયમ પણ ઑલ ટાઉન હાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમ 3,228.75 ડૉલર સુધી પહોંચી ગયું છે. કૉપરની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોપર પાંચ મહિનાની ઊંચાઈ પર પહોચ્યું છે. એલ્યુમિનિયમમાં ભાવ વધારાનું કારણ ચીનમાં ઘટી રહેલું ઉત્પાદન છે. જૂન 2020થી ચીનમાં ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જ્યારે ચીલી, પેરુમાં પુરવઠો બાધિત થતાં કોપરની કિંમત વધી રહી છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.