વેપારઃ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ ઓઇલ કંપનીઓના CEO સાથે પીએમની ઉચ્ચ સ્તરીય બેઠક

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ બ્રેક વઘી રહ્યા છે. દરમિયાન બુધવારે વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર પગલા લેવાઈ તેવી અપેક્ષા સેવાઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક
 
વેપારઃ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ ઓઇલ કંપનીઓના CEO સાથે પીએમની ઉચ્ચ સ્તરીય બેઠક

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ બ્રેક વઘી રહ્યા છે. દરમિયાન બુધવારે વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર પગલા લેવાઈ તેવી અપેક્ષા સેવાઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વિશે માહિતી આપતા કહ્યું હતું કે, પીએમ મોદી સાથેની રાઉન્ડટેબલ બેઠકમાં દરેક ઓઇલ અને એનર્જી કંપનીના સીઈઓને બોલવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે. તે પછી પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો રજૂ કરશે.

પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં રશિયાના રોઝેનેફ્ટના ચેરમેન અને સીઈઓ ડો.આઇગોર સેચિન, સાઉદી અરેબિયાના સાઉદી અરામકોના પ્રમુખ અને સીઈઓ અમીન નાસિર, બ્રિટિશ પેટ્રોલિયમના સીઈઓ બર્નાર્ડ લૂની, અમેરિકાના શ્લમબર્જર લિમિટેડના સીઇઓ, ઓલિવર લી પેચ, યુઓપીના હનીવૈલના પ્રમુખ અને સીઈઓ બ્રાયન ગ્લોવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલનો અન્ય લોકો સાથે સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બેઠક અંગે માહિતી આપતાં કપૂરે કહ્યું હતું કે, આ વાટાઘાટોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા અંગે વાતચીત થશે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જે હવે રેકોર્ડ બ્રેક છે. કપૂરે વધુમાં કહ્યું કે, તેલ ઉત્પાદક દેશોએ આ વિષય પર પ્રતિક્રિયા આપવી જોઈએ. અમે તેલના ભાવમાં અચાનક ઘટાડો થવાનું સમર્થન કરતા નથી. પરંતુ ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓએ સમજવાની જરૂર છે કે આટલા ઊંચા ઇંધણના ભાવ પણ યોગ્ય નથી.

સેક્રેટરી તરુણ કપૂરે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે, બેઠકમાં તેલના ભાવને મર્યાદિત કરવા માટે સિસ્ટમ બનાવવામાં આવી શકે છે. સરકાર અન્ય કોઈ ભાવ સૂચકાંકના આધારે તેલ ખરીદી શકાય છે કે નહીં તે જોવાની જરૂરિયાત પર પણ ધ્યાન આપી રહી છે. જો કિંમતોમાં વધુ પડતી વધઘટ થાય તો શું ભારત અન્ય સ્ત્રોતોમાંથી તેલની આયાત કરી શકે છે? કિંમતોમાં આ અસ્થિરતા લાંબો સમય ટકવાની નથી. તે સામાન્ય થઈ જશે. માંગ અને પુરવઠા વચ્ચે ખાસ તફાવત નથી. વૈશ્વિક તેલ કંપનીઓના સીઇઓ અને આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે પીએમ મોદીની આ છઠ્ઠી વાર્ષિક વાતચીત હશે. આ પ્રકારનો સંવાદ 2016માં શરૂ થયો હતો. આ બેઠક દરમિયાન તેલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ, ભારતમાં સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રો પર પણ ચર્ચા કરવામાં આવશે.