રશીકરણઃ 1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકો વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે

 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એના માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કોવિન પ્લેટફોર્મ ચીફ ડો. આર એસ શર્માએ જણાવ્યું હતું કે એના માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ડો. આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે ધોરણ 10ના ID કાર્ડને પણ રજિસ્ટ્રેશન માટે આઈડેન્ટિટી પ્રૂફ માનવામાં આવશે. આવી વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે કેટલાક સ્ટુડન્ટ્સની પાસે આધાર કાર્ડ કે બીજું કોઈ ઓળખપત્ર નહિ હોય.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

1. સૌથી પહેલા કોવિન એપ પર જાઓ. પોતાનો મોબાઈલ નંબર નાખો. OTP આવશે એને નાખીને લોગ-ઈન કરો.
2. હવે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ, વોટર કાર્ડ, યુનિક ડિસએબિલિટી ID કે રેશન કાર્ડમાંથી એકને આઈડી પ્રૂફ તરીકે પસંદ કરો.
3. પોતે પસંદ કરેલા IDનો નંબર, નામ નાખો. એ પછી જેન્ડર અને ડેટ ઓફ બર્થ પસંદ કરો.
4. મેમ્બર એડ થયા પછી તમારા નજીકના એરિયાનો પિન કોર્ડ નાખો. વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
5. હવે વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને વેક્સિનને સિલેક્ટ કરો. સેન્ટર પર જઈને વેક્સિનેશન કરાવો.
6. વેક્સિનેશન સેન્ટર પર તમારે રેફરન્સ ID અને સિક્રેટ કોડની માહિતી આપવી પડશે, જે તમને રજિસ્ટ્રેશન કરવા પર મળે છે.
7. આ રીતે તમે પોતાના લોગ-ઈનથી બીજા મેમ્બરને જોડીને તેમનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન કરી શકો છે.

કોવેક્સિનને 12થી 18 વર્ષનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી
દેશમાં હાલ 15થી 18 વર્ષનાં બાળકોને જ કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. એનાથી નાની ઉંમરનાં બાળકોના વેક્સિનેશન પર સરકારે હજી નિર્ણય કર્યો નથી. ડ્રગ્સ કન્ટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સિનને 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની ભલે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારે હાલ 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.