વડોદરાઃ યુવતીની ડાયરીમાંથી ગુમ થયેલુ છેલ્લુ પાનુ પોલીસને મળ્યું, ગેંગરેપ કેસમાં હવે ખૂલશે મોટા ભેદ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોતે દુષ્કર્મથી બચવા માટે યુવતીએ હવસખોરોને લડત આપી હતી. જેમાં હવાસખોરોએ યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા.
 
file photo
યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

 અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો કેસમાં પોલીસ હજી સુધી આરોપી સુધી પહોંચી નથી. પરંતુ આ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોતે દુષ્કર્મથી બચવા માટે યુવતીએ હવસખોરોને લડત આપી હતી. જેમાં હવાસખોરોએ યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. યુવતીની ડાયરીમાંથી ગુમ થયેલુ છેલ્લુ પાનુ પોલીસને મળી આવ્યું છે, જેમાં આ ખુલાસો થયો છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો કેસમાં યુવતીની ડાયરી જ મોટો પુરાવો છે. પરંતુ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થાએ યુવતીની ડાયરીના કેટલાક પાના ફાડી નાંખ્યા હતા. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારે એ જ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. ઓએસિસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને આ પાનાની ઝેરોક્ષ આપી હતી. સંસ્થાનું એ-ગ્રૂપ યુવતી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું, જેથી બી ગ્રુપના સભ્યએ ડાયરીના ફોટા પાડ્યા હતા. યુવતીની બહેનપણીએ આ ઘટનાની જાણ સંસ્થાના મેન્ટર અવધિને કરી હતી, અવધિએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા. જેથી બહેનપણીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા, જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું. 

આ સાથે જ યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મના બનાવ સમયે ત્યાં હાજર 54 જેટલા રિક્ષાચાલકોની ઓળખ કરી છે. અત્યાર સુધી પોલીસ 250થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ પોલીસને હજી સુધી કંઈ હાથ લાગ્યુ નથી. સાથે જ યુવતીની ડાયરીમાંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટો અને મોબાઈલ એફ.એસ.એલમાં મોકલાયા છે. 


સુત્રોએ જણાવ્યું હતુ કે, તપાસમાં મળેલી ડાયરીમાંથી જાણવા મળ્યું કે, 28મી તારીખે તેની સાથે વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને પોતાની સાથે થયેલ દુષ્કર્મના ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીનો જીવ બચી જાત. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25થી વધુ પોલીસની ટીમો નરાધમને શોધવામાં લાગી હતી પરંતુ 16 દિવસ વિતવા છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે. પરંતુ યુવતી સાથે દુષ્કર્મ કરનાર તેનાથી પરિચિત હોય તેવુ લાગી રહ્યું છે, તેથી પોલીસ યુવતીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી રહી છે.