વલસાડઃ જાહેર કાર્યક્રમમાં ગાયકે યુવતીની છેડતી કરી, યુવતીએ પગે પડાવી માફી મંગાવી
valsad
વલસાડના વેલવાચમાં બે દિવસ અગાઉ જ બનેલી આ ઘટના મુકેશ પટેલ દ્વારા યુવતીની છેડતી અને ત્યાર બાદ યુવતીએ મુકેશ પટેલ પર ઉતારેલા રોષની ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડના મુકેશ પટેલ નામના એક સ્થાનિક ગાયકને યુવતીની છેડતી મામલે માર ખાવાનો વખત આવ્યો છે. મુકેશ પટેલે મનોરંજનના એક જાહેર કાર્યક્રમમાં ગાયક યુવતીની છેડતી કરતાં મામલો ગરમાયો હતો. જાહેર મંચ પર મનોરંજનના કાર્યક્રમમાં વલસાડના જાણીતા ગાયક મુકેશ પટેલ ગાયક યુવતીની છેડતી કરી હતી. વલસાડના વેલવાચમાં બે દિવસ અગાઉ જ બનેલી આ ઘટના મુકેશ પટેલ દ્વારા યુવતીની છેડતી અને ત્યાર બાદ યુવતીએ મુકેશ પટેલ પર ઉતારેલા રોષની ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વલસાડના વેલવાચ ગામમાં મનોરંજનનો એક કાર્યક્રમ યોજાયો હતો સ્ટેજ પર મુકેશ પટેલે યુવતીની છેડતી કરતાં જે તે વખતે યુવતીએ પ્રતિકાર કર્યો ન હતો પરંતુ ત્યારબાદ પીડિત ગાયક યુવતી અને અન્ય યુવકોએ મુકેશ પટેલને વલસાડ નજીક બોલાવી અને આ મામલે સૌપ્રથમ મુકેશ પટેલની માફી મંગાવી હતી. માફી મંગાવ્યા બાદ યુવતીએ મુકેશ પટેલને માર પણ માર્યો હતો. પગે પડાવી અને માફી પણ મંગાવી હતી. +હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી. આથી આ સમગ્ર ઘટના હજુ સુધી સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત છે. અત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.