કરૂણઃ યુવક સ્ટેટસમાં આ વાત લખી આત્મહત્યા કરી, પરિવારમાં માતમ છવાયો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનના બારામાં એક યુવકે આત્મહત્યા કરી નાખતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જલવાડા કસ્બામાં મંગળવારે સવારે જ્યારે માતા રૂમમાં ગઈ તો પુત્ર ગળે ફાંસો ખાધેલો હાલતમાં જોવા મળ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપી દીધો. પોલીસનું કહેવું છે કે સ્યૂસાઈડ પહેલા તેણે વોટ્સએપ સ્ટેટસ લગાવ્યું જેમાં ખુબ જ ભાવુક કરી નાખે તેવું લખાણ લખ્યું હતું. 

પોલીસ ચોકી પ્રભારી ચેથમલ નાયકે જણાવ્યું કે જલવાડા રહીશ ઓમપ્રકાશ મેઘવાલ (24)એ આત્મહત્યા કરી છે. તે કસ્બામાં ઈ-મિત્રની દુકાન ચલાવતો હતો. સોમવારે રાતે તે ચા પીધા બાદ રૂમમાં સૂવા માટે જતો રહ્યો. રાતે લગભગ 12 વાગે 4 મિનિટે તેણે વોટ્સએપ પર સ્ટેટસ પણ મૂક્યું હતું. ત્યારબાદ મોડી રાતે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મંગળવારે સવારે જ્યારે 6 વાગ્યાની આસપાસ તેની માતા તેને જગાડવા માટે આવી તો રૂમમાં ઓમ પ્રકાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. ત્યારબાદ મૃતદેહને ફંદેથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને ત્યારબાદ  પરિજનોને સોંપ્યો. 


નાહરગઢ ચોકી ઓફિસર દલપત સિંહે જણાવ્યું કે મૃતક પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરિજનોનું કહેવું છે કે પત્ની સાથે ગૃહકલેશને પગલે માનસિક તણાવના કારણે તેના પુત્રએ સ્યૂસાઈડ કરી લીધુ. પોલીસ આત્મહત્યાના કારણની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે ઓમપ્રકાશે સ્યૂસાઈડ પહેલા વોટ્સએપ પર જે સ્ટેટસ મૂક્યું હતું તેમાં લખ્યું હતું કે 'હું જઈ રહ્યો છું, મારી લાઈફ મારો ઈન્તેજાર કરી રહી છે.'