રીપોર્ટઃ દરેક મહિલાઓએ પગમાં ફરજિયાત ઝાંઝર પહેરવા જોઇએ, થશે મોટા ફાયદા, આ છે વૈજ્ઞાનિક કારણ

સાંકળા કે ઝાંઝરા ચાંદીના જ હોવા જોઈએ કારણ કે તે હંમેશા પગ સાથે ઘસાતા રહે છે જે મહિલાઓના હાડકા માટે ખુબ ફાયદાકારક છે. તેનાથી મહિલાઓના પગના હાડકાને મજબૂતાઈ મળે છે. 
 
જાજર

અટલ સમાચાર, ડેસ્ક


ઝાંઝરા જેને પાયલ પણ કહીએ છીએ તે અને વિંછીયા મોટાભાગે પરણિત મહિલાઓની નિશાની હોય છે અને તે મહિલાઓના શ્રૃંગારનો એક ભાગ પણ છે. તહેવારો પર તો મહિલાઓ તે ખાસ પહેરતી હોય છે. પરંતુ ધ્યાન આપવા જેવી જે વાત છે તે એ છે કે આ ઘરેણા મહિલાઓ મોટાભાગે ચાંદીના જ પહેરે છે. મોટાભાગના દાગીના સોનાના બનતા હોય છે પણ પાયલ અને વિંછીયા તો ચાંદીના જ પહેરાતા હોય છે. સોનાના પાયલ અને વિંછીયાનું ચલણ પણ નથી. આ પાછળ મોટું કારણ છે. 

ધાર્મિક જ નહીં, વૈજ્ઞાનિક કારણ પણ છે
સોનાની તાસીર ગરમ હોવાનું કહેવાય છે. જ્યારે ચાંદી ઠંડી હોય છે. સોનાના દાગીના માથાથી લઈને કમર સુધી ધારણ કરાય છે. જ્યારે ચાંદી પગમાં પણ પહેરાય છે. આયુર્વેદ મુજબ મનુષ્યનું માથું ઠંડુ અને પગ ગરમ રહેવા જોઈએ. માથા પર સોના અને પગમાં ચાંદી પહેરવાથી માથામાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા પગમાં અને ચાંદીથી ઉત્પન્ન થયેલી ઠંડક માથા સુધી જાય છે. જેનાથી માથું ઠંડુ અને પગ ગરમ રહે છે. 

બીમારીઓથી બચાવે છે!
પગમાં ચાંદી પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય એવું કહેવાય છે. ચાંદીના સાંકળા કે વિંછીયા એક્યુપ્રેશરનું કામ પણ કરે છે. તેને પહેરવાથી પીઠ, એડી, ઘૂંટણના દુખાવા અને હિસ્ટીરિયાના રોગમાં રાહત મળે છે. પાયલ, સાંકળા કે ઝાંઝરા ચાંદીના જ હોવા જોઈએ કારણ કે તે હંમેશા પગ સાથે ઘસાતા રહે છે જે મહિલાઓના હાડકા માટે ખુબ ફાયદાકારક છે. તેનાથી મહિલાઓના પગના હાડકાને મજબૂતાઈ મળે છે. 

વિંછીયાની વાત કરીએ તો તે ચાંદીના હોય તો શરીરને ઠંડુ રાખે છે અને ગર્ભાશયની બીમારીઓથી બચાવે છે. વિંછીયા હોર્મોનલ સંતુલન જાળવી રાખવાનું કામ પણ કરે છે.