એલર્ટઃ અવકાશી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી, એસ્ટેરોઈડ પૃથ્વીને અથડાશે તો મહાકાય વિનાશ સર્જી શકે છે

આ પહેલીવાર નથી જ્યારે કોઈ લઘુગ્રહ પૃથ્વીની નજીક જઈ રહ્યો હોય. આ પહેલા પણ મે 2020માં એક લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. તે પૃથ્વીથી લગભગ 1.7 મિલિયન દૂર પસાર થયો હતો.
 
sky

અટલ સમાચાર, ડેસ્ક


બ્રહ્માંડ માંથી અવારનવાર અનેક પ્રકારના ઉલ્કાપિંડ સહિતના અવકાશી અને અમુક વખત માનવસર્જિત પદાર્થો પૃથ્વી તરફ આવતા હોય છે. ત્યારે અવકાશ વૈજ્ઞાનિકો એ ફરી એક વખત ચેતવણી આપી છે કે એક ખૂબ જ એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ લઘુગ્રહ કદમાં ઘણો મોટો છે અને જો તે પૃથ્વી સાથે અથડાશે તો મહાકાય વિનાશ સર્જી શકે છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) આ એસ્ટરોઇડ પર સતત નજર રાખી રહી છે. નાસાનું કહેવું છે કે એસ્ટરોઇડ 3945 એટલે કે A 200TZ3 16 મેના રોજ પૃથ્વીની ખૂબ નજીક પહોંચી શકે છે. 16 મેની રાત્રે એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવી શકે છે.અવકાશી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ એસ્ટરોઇડ 1608 ફૂટ પહોળો છે, તે ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેટલો છે. એટલું જ નહીં આ  એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતાં પણ ઘણો મોટો છે. તેથી જો તે પૃથ્વીની સપાટી સાથે અથડાય તો તેના કારણે થયેલા વિનાશનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ એસ્ટરોઇડ 16 મેના રોજ રાતે 2.48 કલાકે પૃથ્વીની ખૂબ નજીકથી પસાસ થશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ એસ્ટરોઇડ પૃથ્વીથી ખૂબ દૂર નથી. અવકાશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ લઘુગ્રહ પૃથ્વીથી લગભગ 25 લાખ માઈલ દૂરથી પસાર થશે. આ અંતર તમને ખૂબ જ વધુ લાગશે પરંતુ વાસ્તવમાં આ અંતર અવકાશની દ્રષ્ટિએ બહુ વધારે નથી કારણ કે અવકાશમાં એસ્ટરોઇડની ગતિ ખૂબ જ ઝડપી છે. આ જ કારણ છે કે નાસા આ એસ્ટરોઇડને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ લઘુગ્રહ પૃથ્વીની નજીક જઈ રહ્યો હોય. આ પહેલા પણ મે 2020માં એક લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. તે પૃથ્વીથી લગભગ 1.7 મિલિયન દૂર પસાર થયો હતો.

અવકાશ વૈજ્ઞાનિકોના પ્રમાણે આ એસ્ટરોઇડ દર બે વર્ષ પછી પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય છે. તે સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષા દરમિયાન દર બે વર્ષે પૃથ્વીની નજીકથી પસાર થાય છે. આ એસ્ટરોઇડ દર બે વર્ષે પૃથ્વીની નજીક આવે છે, આ એસ્ટરોઇડ 2024માં ફરી એકવાર પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થઈ શકે છે. નોંધનીય છે કે, એસ્ટરોઇડ સૂર્યની આસપાસ ફરતા રહે છે. વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર, કેટલાક ખૂબ જ વિશાળ એસ્ટ્રરોઇડ પૃથ્વી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો કોઈ લઘુગ્રહ પૃથ્વીથી 4.65 મિલિયનના અંતરે આવે છે, તો તે ખૂબ જ ખતરનાક બની શકે છે. હવે મે 2163 માં પૃથ્વીની આટલી નજીક એસ્ટરોઇડ આવશે.