સરકારી નોકરીઃ કોલ ઈન્ડિયામાં નોકરીઓ માટે બંપર ભરતી, 22 જુલાઈ અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ
  job

અટલ સમાચાર, ડેસ્ક


અત્યારે રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે વિવિધ સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ નોકરીઓ (Jobs) આપી રહી છે. ત્યારે કોલ ઈન્ડિયાએ એક મોટું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વિવિધ શાખાઓમાં મેનેજમેન્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી દ્વારા કુલ 1050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી કરવા ઇચ્છતા અરજદારોએ માઇનિંગ અથવા સિવિલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા સિસ્ટમ અને ઇડીપીમાં GATE-2022માં સ્કોર કરેલ હોવો આવશ્યક છે. લાયક ઉમેદવારોએ CIL વેબસાઇટ www.coalindia.inમારફતે અરજી કરવી જોઈએ. GATE-2022 સ્કોરના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
અરજી કરવાની શરુઆતની તારીખ    23 જૂન 2022
શૈક્ષણિક લાયકાત    માઇનિંગ, સિવિલ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગમાં.. બીઇ/બીટેક/બીએસસી કરેલ હોવું જોઈએ
વય મર્યાદા    30 વર્ષ
પસંદગી પ્રક્રિયા    ઉમેદવારોએ GATE-2022 પરીક્ષા માટે હાજર રહેવું આવશ્યક છે
નોટિફિકેશન    નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
અરજી કરવા માટે    અરજી કરવા માટે અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ    22 જુલાઈ 2022
પગાર    તાલીમ દરમિયાન 50,000 રૂ. પછી 1.60 લાખ રૂપિયા સુધીઅરજી શરૂ થવાની તારીખ - 23 જૂન 2022

અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 22 જુલાઈ 2022

ખાલી જગ્યાઓની વિગતો

મેનેજમેન્ટ ટ્રેઇની - 1050

પોસ્ટ કોડ જગ્યાઓની વિગતો

ખાણકામ 11 699

સિવિલ 12 160

ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન 13 124

સિસ્ટમ અને EDP 14 67
માઇનિંગ: માઇનિંગ એન્જિનિયરિંગમાં.. બીઇ/બીટેક/બીએસસી (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ. તેમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.

સિવિલ: સિવિલ એન્જિનિયરિંગમાં BE/BTech/BSc (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ. તેમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ

ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન: ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 60% માર્ક્સ સાથે BE/BTech/BSc (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ.

સિસ્ટમ અને EDP: ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટર એન્જિનિયરિંગ / IT માં BE / BTech / B.Sc (એન્જિનિયરિંગ) કર્યું હોવું જોઈએ. અથવા એમસીએ કરવું જોઈએ.
ઉમેદવારોએ GATE-2022 પરીક્ષા માટે હાજર રહેવું આવશ્યક છે. ઉમેદવારોને GATE-2022 સ્કોરના આધારે પસંદગી પ્રક્રિયા માટે 1: 3 ના ગુણોત્તરમાં પસંદ કરવામાં આવશે. GATE-2022 સ્કોરના આધારે દરેક પોસ્ટ માટે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

પગલું-1: CIL વેબસાઇટ www.coalindia.inની મુલાકાત લો.

સ્ટેપ-2: કરિયર વિકલ્પ પર જાઓ અને જોબ એટ કોલ ઈન્ડિયા વિભાગ પર ક્લિક કરો.

સ્ટેપ-3: એપ્લિકેશન લિંક પ્રદર્શિત થશે. તેના પર ક્લિક કરવાની જરૂર છે.

સ્ટેપ-4: હવે એપ્લિકેશનમાં જરૂરી વિગતો દાખલ કરો.

સ્ટેપ-5 છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.
જનરલ UR/OBC (ક્રીમી લેયર અને નોન-ક્રીમી લેયર) / EWS ઉમેદવારોએ રૂ.1000/-ની અરજી ફી ચૂકવવી પડશે. SC/ST/PWD/ESM ઉમેદવારો/કોલ ઈન્ડિયા લિમિટેડ માટે સમાન- તેની પેટાકંપનીઓના કર્મચારીઓ રૂ. 180 ચૂકવવાના રહેશે.

પગાર

E-2 ગ્રેડ મુજબ મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે પસંદગી પામેલા ઉમેદવારો.. પગાર ધોરણ રૂ. 50,000 થી 1,60,000. તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને 50,000.