બદલાવઃ સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક મોટા ફેરફારો કર્યા, જાણો ફટાફટ એક જ ક્લિકે

સમાજના દરેક વર્ગને આ યોજનાનો લાભ મળી શકે અને દીકરીઓ વધુને વધુ સશક્ત બની શકે તે માટે સરકારે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
 
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક


જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જો તમે પણ તમારી લાડકીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને બાળકી માટે બનાવવામાં આવી છે. બાળકી 21 વર્ષની ઉંમરે લાખોપતિ બની જશે. આ એક સરકારી નાની બચત યોજના છે જે છોકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે મોટુ ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, રોકાણકારોને 7.6 ટકા વળતર મળે છે. જે મોટાભાગની બેંક એફડી કરતા ઘણુ સારું છે. મોટાભાગની બેંકો લાંબા ગાળાની એફડી પર 6% સુધી વ્યાજ ઓફર કરે છે. એવામાં તેમાં રોકાણ કરીને, જ્યારે બાળકી 21 વર્ષની થાય ત્યારે તમે 65 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગુ કરી શકો છો. સમાજના દરેક વર્ગને આ યોજનાનો લાભ મળી શકે અને દીકરીઓ વધુને વધુ સશક્ત બની શકે તે માટે સરકારે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. જેના પછી હવે માતા-પિતા તેમની ત્રણ પુત્રીઓ માટે આ યોજનાનો લાભ લઈ શકશે. નિયમો અનુસાર પહેલા તમે આ સ્કીમમાં માત્ર બે દીકરીઓ માટે જ રોકાણ કરી શકતા હતા. પરંતુ હવે તમે તેનો લાભ ત્રણ દીકરીઓ માટે પણ મેળવી શકો છો. જો તમને બીજી વખત બે જોડકી દીકરીઓ છે, તો તમે ત્રીજી દીકરીના નામે પણ આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવી શકો છો.

મળે છે ટેક્સ છૂટનો લાભ આ યોજનામાં રોકાણ કરીને, તમને આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ મળે છે. પહેલા માતા-પિતા માત્ર બે દીકરીઓના રોકાણ પર રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટનો ક્લેમ કરી શકતા હતા પરંતુ હવે તમે ત્રીજી દીકરી માટે પણ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા વાર્ષિક અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

આ સાથે જે લોકો એક વર્ષમાં સ્કીમમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ નથી કરતા તેમના એકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં આવે છે. પહેલા આવા ખાતા પર વ્યાજ મળતું બંધ થઈ જતું હતું, પરંતુ હવે નિયમોમાં ફેરફાર થયા બાદ ડિફોલ્ટ ખાતામાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે. જણાવી દઈએ કે પહેલા આ સ્કીમ હેઠળ જો બાળકીનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે. તો તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ત્યાં જ માતાપિતાના મૃત્યુની સ્થિતિમાં પણ તમને ખાતું બંધ કરવાની સુવિધા મળે છે.