સગવડઃ વાહન માલિકે જૂનો નંબર જાળવી રાખવા માટે આટલા પૈસા આપવા પડશે, જાણો વધુ

જૂના 'ગોલ્ડન' સિરીઝ નંબર માટે રિટેન્શન ફી 40,000 રૂપિયા હશે. જો નવું વાહન બીજા મહિનામાં ખરીદવામાં આવે તો ફી 60,000 રૂપિયા અને ત્રીજા મહિનામાં ખરીદાય તો 80,000 રૂપિયા હશે.
 
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

જૂનું વાહન વેચી દીધા બાદ પણ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકે તે માટેના નિયમો જાહેર થયા છે. હવે આ મામલે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને આ બહુચર્ચિત પોલિસી માટેના નિયમો જાહેર કર્યા છે. આ સ્કીમ જુલાઈના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. આ માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે તેના વિસે માહિતી મેળવીએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે નવા નિયમો મુજબ, વાહન માલિક જૂનો નંબર જાળવી રાખવા માંગે તો તેણે જૂના વાહનના વેચાણના 90 દિવસની અંદર નવું વાહન ખરીદવું પડશે. આ માટે રજિસ્ટ્રેશન નંબર ગોલ્ડન, સિલ્વર, અન્ય જે કેટેગરીમાં આવતો હોય તે મુજબ ફી ચૂકવવાની રહેશે.

માલિક નવું વાહન ખરીદવામાં જેટલો વધુ સમય લગાવશે તેટલી જ વધુ ફી ચૂકવવી પડશે. જો જૂનું વાહન વેચ્યાના એક મહિનાની અંદર નવું વાહન ખરીદવામાં આવે તો જૂના 'ગોલ્ડન' સિરીઝ નંબર માટે રિટેન્શન ફી 40,000 રૂપિયા હશે. જો નવું વાહન બીજા મહિનામાં ખરીદવામાં આવે તો ફી 60,000 રૂપિયા અને ત્રીજા મહિનામાં ખરીદાય તો 80,000 રૂપિયા હશે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

વાહનનું રજિસ્ટ્રેશન જૂના માલિકના નામે જ કરવાનું રહેશે. કોઈપણ સંજોગોમાં નંબર પરિવારના સભ્યો અથવા અન્ય લોકોને સ્થાનાંતરિત કરવામાં આવશે નહીં. જોકે, વાહન માલિકના મોતના કિસ્સામાં પરિવારને નંબર જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. એક શરત એવી છે કે વાહન જે ક્લાસનું હશે તેમાં જ ટ્રાન્સફર કરી શકાશે. એટલે કે બાઇકનો નંબર કાર કે કારનો નંબર બાઇકમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.TOI એ પરિવહન વિભાગના અધિકારીઓને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, વાહન માલિકો પોતાની પસંદગીના નંબર માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે બિડિંગ દરમિયાન મસમોટી કિંમત ચૂકવે છે. ઘણા લોકો આવું જ્યોતિષીય કારણોસર કરતા હોય છે.

સામાન્ય રીતે આરટીઓની હરાજીમાં 7777, 1111 અને 786 જેવા ગોલ્ડન નંબર 2 લાખ રૂપિયાથી વધુ કિંમતે મળે છે. કાર માલિકો માટે આવા નંબરો માટે બોલી 40,000 રૂપિયાથી ખુલે છે, જ્યારે ટુ-વ્હીલર માલિકો માટે બોલી 8,000 રૂપિયાથી શરૂ થાય છે. હવે નવો નિયમ લાગુ થયા બાદ કાર માલિક માત્ર 40,000 રૂપિયાની બેઝ પ્રાઈઝ ચૂકવીને બીજી હરાજીમાં ભાગ લીધા વગર જ મોંઘી કિંમતે મેળવેલા ગોલ્ડન નંબર જાળવી શકે છે. ટુ-વ્હીલર માલિક પ્રથમ વખત રિટેન્શન ફી તરીકે 8,000 રૂપિયા ચૂકવીને નંબર જાળવી શકે છે. આવી રીતે તમામ કેટેગરીના નંબરો માટે રીટેન્શન ફી નક્કી કરવામાં આવી છે.