રોજગારઃ સરકારી બેંકોમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક, 6000થી વધુ જગ્યા માટે ભરતી
નોકરી

અટલ સમાચાર, ડેસ્ક

 સરકારી બેંકોમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક આવી છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઈની પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે આજે એટલે કે 2 ઓગસ્ટ 2022થી IBPS ની અધિકૃત વેબસાઈટ ibps.in ના માધ્યમથી અરજી કરી શકે છે. 

આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી IBPS 6 જાહેર ક્ષેત્રની બેંકોમાં 6432 ખાલી પદોની ભરતી કરશે. જેમાં પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા સહિત કેટલીક બેંક સામેલ છે. પ્રોબેશનરી ઓફિસર/ મેનેજમેન્ટ ટ્રેઈની પદો માટે ઉમેદવાર 22 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકશે. IBPS PO પદો માટે અરજીકર્તાઓની પસંદગી ઓનલાઈન પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. જે બે તબક્કામાં (પ્રીલિમ્સ અને મેઈન્સ) આયોજિત કરવામાં આવશે. 
  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

IBPS PO પ્રીલિમ્સ પરીક્ષા ઓક્ટોબર 2022માં આયોજિત કરાશે. પ્રીલિમ્સ પરીક્ષા પાસ કરનારાઓને નવેમ્બરમાં IBPS PO મેઈન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2023માં શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું યોજવામાં આવશે. અત્રે જણાવવાનું કે કેનેરા બેંકમાં સૌથી વધુ 2500 પદો માટે ભરતી નીકળી છે. 

વેકેન્સી અંગે માહિતી
કેનેરા બેંક- 2500 જગ્યા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા0 2094 જગ્યા
યુકો બેંક- 550 જગ્યા
બેંક ઓફ ઈન્ડિયા- 535 જગ્યા
પંજાબ નેશનલ બેંક- 500 જગ્યા
પંજાબ એન્ડ સિંધ બેંક- 253 જગ્યા

શૈક્ષણિક લાયકાત
પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઈની જગ્યાઓ માટે અરજી કરનારા અરજીકર્તા પાસે સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ જગ્યાઓ માટે અરજીકર્તાની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. અરજીકર્તાનો જન્મ 2-8-1922 પહેલા અને 1-8-2002 બાદ થયો હોવો જોઈએ નહીં. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.