રાજકારણઃ શું હાર્દિકને ભાજપમાં જવું છે એટલે પેટ ભરી વખાણ કર્યા? કોંગ્રેસની આટલી ખામીઓ બતાવી
hardik

અટલ સમાચાર, ડેસ્ક

હાર્દિક પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપી રાજકારણ ગરમાવી દીધુ છે. તેમણે કહ્યું કે, રાજયના લોકોનુ હિત અને લોકોની ચિંતા વિપક્ષે કરવાની હોય છે. જો કે વચ્ચે એવી વાત સામે આવી હતી કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાવાના હાલ કોઈ સંકેત નથી. રાજકીય નિર્ણયની કોઈ તૈયારી હશે તો પહેલા મીડિયાને જાણ કરીશ.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હાર્દિકે આગળ કહ્યું કે, હું રઘુવંશી કુળના પરિવારમાંથી આવુ છું. હિંદુમાં ધર્મ સાથે વર્ષોથી નાતો છે. હિન્દુ ધર્મની જાળવણી માટે પૂરતા પ્રયાસ કરીએ છીએ. પાર્ટીમાં જે ચિતા હતી તે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. મને વ્યક્તિગત નહિ પણ સ્ટેટ લીડરશીપ સામે નારાજગી છે. સ્ટેટ લીડરશીપની જે જવાબદારી હોય તેમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. લીડર વધારે છે તેથી નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ સમયસર નથી આવતુ. જ્યારે પાર્ટીમાં કોઈ સાચુ બોલે ત્યારે તેને અલગ રીતે પ્રિડિક્શન કરવામા આવે છે.

પાર્ટીમાં કોઈ આ રીતે વાત કરે તો તેની સાથે ચર્ચા કરવી જોઈએ. ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમાંથી સારી બાબત શીખવાની હોય છે. ભાજપે જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા તો એ સ્વીકાર્ય છે. રાજકીય નિર્ણયો લેવાની શક્તિ ભાજપમાં વધારે છે. હાર્દિકે કહ્યું કે, આ વકાલત નથી પણ સાચી વસ્તુનો સ્વીકાર જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવુ હશે તો નિર્ણયશક્તિની ક્ષમતા વધારવી પડશે. કાર્યકરોને પૂછશો તો કાર્યકરો પણ સ્વીકારશે કે કોંગ્રેસ પાર્ટીની અંદર નિર્ણયશક્તિનો અભાવ છે. હાઈકમાન્ડ પાસે આશા છે કે સમાધાન પ્રક્રિયામાં આગળ વધારશે.  રાજ્યના હિત માટે જે કંઈ નિર્ણય લેવાના હશે હું લઈશ. મને મારા નુકસાનની નહિ પણ લોકોની ચિંતા છે તેમણે ફરીવાર સ્પષ્ટતા કરી કે, મારો વાંધો સ્ટેટ લીડરશીપ સામે છે. સ્ટેટ લીડરશીપ કામ કરવા નથી દેતી આ ઉપરાંત કામ કરનાર લોકોને રોકે છે.