લાઇફસ્ટાઇલઃ પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા એકબીજા સાથે બેવફાઈ કેમ કરતાં હોય છે?, જાણો તમામ માહિતી
marrige

અટલ સમાચાર, ડેસ્ક

પહેલાં કહેવામાં આવતું હતું કે 75 ટકા પુરુષો અને 69 ટકા મહિલાઓ બેવફાઈ કરે છે, પરંતુ વર્તમાન સંશોધન કહે છે કે બેવફાઈ મામલે મહિલાઓ પુરુષોની સરખામણીએ ક્યાંય કમ નથી
90 ટકા લોકોએ એ કહ્યું કે જો તેમના સાથીએ તેમને દગો આપ્યો છે, તો તેઓ એ વાત જાણવા માગશે
ડેટિંગ ઍપ ટિંડરના 18થી 25 ટકા ગ્રાહક પહેલેથી કોઈને કોઈ સંબંધમાં બંધાયેલા છે
તેનો મતલબ તો એ જ છે કે તેઓ એક સંબંધમાં હોવા છતાં બીજા સાથીને શોધી રહ્યા છે
કોઈ માટે બીજા કોઈ સાથે સેક્સ કરવું એ દગો છે. તો કોઈ માત્ર મૅસેજ પર વાત કરવાને બેવફાઈ માને છે. ભાવનાત્મક બેવફાઈની પરિભાષા નક્કી કરવી તો વધારે મુશ્કેલ છે
લાઇન
અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ બીજી કોઈ મહિલા સાથે એકલા ક્યારેય ડિનર કે લંચ નથી કરતા.

તેઓ કહે છે કે તેવો નિયમ તેમણે પોતાનાં પત્ની કેરન પ્રત્યે વફાદારી માટે બનાવ્યો છે.

તેમને પત્ની પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા પોતાની ધાર્મિક આસ્થાઓમાંથી મળે છે.

ઘણા લોકો માઇક પેન્સના આ નિયમનાં વખાણ કરે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ બીજી મહિલાઓનું અપમાન છે.

આમ જોવા જોઈએ તો માઇક પેન્સના નિર્ણયમાં કોઈ નવીનતા નથી. એક સર્વે પ્રમાણે 5.7 ટકા લોકો એવું માને છે કે જો એક વ્યક્તિ કોઈની સાથે સંબંધ ધરાવે છે અને તે છતાં તે કોઈ મહિલા કે પુરુષ સાથે ડિનર કે લંચ પર જાય છે તો તે બેવફાઈ છે.

ભલે તમે માઇક પેન્સ અને કેરન વિશે કંઈ પણ વિચારો, પરંતુ તેમણે ઓછામાં ઓછી પોતાના સંબંધોમાં મર્યાદા જાળવી રાખી છે.
સામાન્યપણે મોટાભાગના લોકોએ પોતાના સંબંધમાં બેવફાઈ વિશે કોઈ સીમા કે પરિભાષા નક્કી કરેલી નથી હોતી. તેમને સમજ પણ નથી હોતી કે આખરે વફાદારી અને બેવફાઈ વચ્ચેનો તફાવત શું હોય છે.

અસલી મામલો તો સંવાદહીનતા અને બેવફાઈને લઈને સમજદારીની ખામીનો છે. આપણા સમાજમાં સંબંધોમાં છેતરપિંડીની ઘટનાઓ ખૂબ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિ એમ માને છે કે તેમના સાથી તેમના પ્રત્યે વફાદાર છે.

કેટલા લોકો બેવફાઈ કરે છે, તેનો સાચો આંકડો મેળવવો ખૂબ મુશ્કેલ છે. તેનું મોટું કારણ એ છે કે સંબંધોમાં વિશ્વાસઘાત મામલે સાચી વાત કદાચ જ કહેતું હશે.

પહેલાં કહેવામાં આવતું હતું કે 75 ટકા પુરુષો અને 69 ટકા મહિલાઓ બેવફાઈ કરે છે. પરંતુ વર્તમાન સંશોધન કહે છે કે બેવફાઈ મામલે મહિલાઓ પુરુષોની સરખામણીએ ક્યાંય કમ નથી.

પણ મજાની વાત તો એ છે કે માત્ર પાંચ ટકા લોકો જ એવું માને છે કે તેમના સાથી તેમની સાથે દગો કરશે અથવા તો કરી રહ્યા છે. મોટાભાગના લોકો પોતાના સાથી પર આંધળો ભરોસો કરે છે.