માન્યતાઃ અંતિમ સંસ્કાર વખતે શા માટે પાણી ભરેલું માટલું ફોડવામાં આવે છે? જાણો આની પાછળનું તાર્કિક કારણ

હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સંબંધિત ઘણી પરંપરાઓ છે. લોકો આ નિયમો અનુસાર ધાર્મિક વિધિ કરે છે જેથી જે જાય તેની આત્માને શાંતિ મળે.
 
માટલું

અટલ સમાચાર, ડેસ્ક


દુનિયાના દરેક માણસનો છેલ્લો સફર મોત હોય છે. જે આ દુનિયામાં આવ્યો છે તેણે એકના એક દિવસે જવું જ પડે છે. અંતિમ સંસ્કારની રીત ધર્મ અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યાં હિંદુઓમાં શબને બાળવામાં આવે છે, તો ઇસ્લામમાં દફનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સંબંધિત ઘણી પરંપરાઓ છે. લોકો આ નિયમો અનુસાર ધાર્મિક વિધિ કરે છે જેથી જે જાય તેની આત્માને શાંતિ મળે.ઘણીવાર ઘણા લોકોને લાગે છે કે આ બધી પરંપરાઓ અંધશ્રદ્ધા છે. પરંતુ જો તમે તેમની વિગતોમાં જશો, તો તમે જોશો કે દરેક નિયમ પાછળ એક તાર્કિક કારણ હોય છે.


હિંદુ ધર્મમાં, જ્યારે મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે મૃતદેહની પરિક્રમા છીદ્રવાળા માટલાની સાથે કરવામાં આવે છે. આ પછી માટલાને તોડી દેવામાં આવે છે. ત્યાર બાદ જ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃતદેહની પરિક્રમા કર્યા પછી માટલાને કેમ ફોડવામાં આવે છે? આ ઉપરાંત પાણીથી માટલામાં કાણું કેમ પાડવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક કારણની સાથે તાર્કિક કારણ પણ છે. આજે અમે તમને આ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તાર્કિક છે આ કારણ

અંતિમ સંસ્કાર દરમિયાન, મૃતદેહને ચિતા પર મૂકવામાં આવે છે અને તેની આસપાસ પરિક્રમા કરવામાં આવે છે. આ દરમિયાન ખભા પર એક માટલુ રાખવામાં આવે છે જેમાં પાણી ભરેલું હોય છે. આ માટલામાં એક છિદ્ર પાડવામાં આવે છે, જેના દ્વારા પરિક્રમા દરમિયાન પાણી સતત પડતું રહે છે. જ્યારે પરિક્રમા થઈ જાય તો, આ માટલાને ફોડી દેવામાં આવે છે. જો તમને લાગે છે કે, આની પાછળ ફક્ત અંધશ્રદ્ધા છે. તો તમને જણાવી દઈએ કે એવું નથી. વાસ્તવમાં આના પાછળ એક તાર્કિક કારણ છે. ખરેખર, પહેલાના જમાનામાં સ્મશાનભૂમિ ન હતી. આવી સ્થિતિમાં મૃતદેહ ખેતરોમાં સળગાવી દેવામાં આવે છે. માટલામાં પાણી ભરીને મૃતદેહની આસપાસ ફરવા પાછળનો તર્ક એવો હતો કે જ્યારે મૃતદેહ બળે ત્યારે તે જગ્યામાં જ આગ રહેશે. તે આગળ ફેલાય નહિ. આ કારણથી પરિક્રમા દરમિયાન પાણીના ઢોળીને ત્યાંની જમીનને ભીની કરવામાં આવતી હતી.

ઘણા નિયમો માનવામાં આવે છે

અંતિમ સંસ્કાર દરમિયાન અન્ય ઘણા નિયમો ધ્યાનમાં લેવામાં આવે છે. સૂર્યાસ્ત પછી મૃત શરીરને બાળવામાં આવતું નથી. આ સાથે મૃત્યુ પછી સોનાનો ટુકડો પણ મોઢામાં રાખવામાં આવે છે. તમામ નિયમો પાછળ એક ખાસ કારણ છે. અંતિમ સંસ્કાર દરમિયાન, ચિતા પર નાની લાકડીઓ મૂકવામાં આવે છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. હકીકતમાં, અગાઉ જ્યારે સ્મશાન નહોતું. ત્યારે ગામમાં કોઈના મૃત્યુ વખતે લાકડીઓની અછત ઉભી ના થાય, તેથી દરેક ઘરમાંથી પાંચ લાકડા મોકલવામાં આવતા હતા. અને તેથી જ આજે પણ ચિતા નાના લાકડાથી શણગારવામાં આવે છે.