નોટીસઃ છોકરાઓ ખાસ આ વાતોનું ધ્યાન આપે, છોકરીઓ આ આદતના યુવકોને જલ્દી પંસદ કરે છે
પસંદ

અટલ સમાચાર, ડેસ્ક

યુવકો અને યુવતીઓની દોસ્તી આજના સમયમાં ખુબ કોમન છે. પરંતુ ઘણા યુવકો તે વાતને નથી જાણતા કે યુવતીઓ તેની સાથે વાત કરવા સમયે ઘણી વસ્તુ નોટિસ કરે છે. ઘણીવાર યુવકોની કેટલીક આદતો યુવતીઓને ખુબ પસંદ આવે છે તો ઘણી આદતો પસંદ આવતી નથી. તેવામાં યુવકો આ વાત જાણવામાં ખુબ ઉત્સુક રહે છે કે યુવતીઓને તેની કઈ આદત પસંદ આવે છે? જો તમે પણ કોઈ યુવતીને ઇમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. 

કોન્ફિડન્સ
કોન્ફિડન્સ એક નંબર વસ્તુ છે જે યુવતીઓ યુવકોમાં શોધે છે. જો કોઈ યુવક ખુબ કોન્ફિડેન્ટ હોય છે અને તે ખુદ પર વિશ્વાસ કરે છે તેને યુવતીઓ ખુબ પસંદ કરે છે. આ ગુણ એક યુવકને વધુ આકર્ષક બનાવે છે. એક આત્મવિશ્વાસી યુવકની આસપાસ રહેવાથી યુવતીને અનુભવ થાય છે કે તેના પર વિશ્વાસ કરી શકાય છે. 

 
વેલ ડ્રેસ્ટ યુવક
કોઈપણ યુવતી દર વખતે કોઈના ડ્રેસિંગ સેન્સને નોટિસ નથી કરતી પરંતુ ઘણીવાર જોવામાં આવ્યું કે યુવતીઓ યુવકોના ડ્રેસિંગ સેન્સથી અંદાજ લવાગી શકે છે કે સામે વાળો પોતાના પર કેટલું ધ્યાન આપે છે. 

  અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
વાત સાંભળનાર યુવક
યુવતીઓનો સ્વભાવ  ખુબ સંવેદનશીલ અને ભાવુક હોય છે. યુવતીઓ ઈચ્છે છે કે કોઈ યુવક તેને હંમેશા સાંભળે. ભલે તમને યુવતીની વાત સાંભળવી પસંદ હોય કે ન હોય, પરંતુ યુવતી ઈચ્છશે કે તમે તેની વાત સાંભળો. જો તમે તેમ કરો તો તેના ફેવરેટ પર્સન બની શકો છો.   


હસી-મજાક કરનારા પણ આવે છે પસંદ
બોરિંગ પાર્ટનર કોઈને પસંદ આવતો નથી. હસી-મજાક વગર જીવન કંટાળાજનક લાગે છે. યુવક હોય કે યુવતી, તેનું મજાકિયા હોવું જરૂરી છે. જો કોઈ યુવક એવો જે હંમેશા હસ્તો રહે અને તેની આસપાસના લોકોને હસાવતો રહે તે યુવતીઓને વધુ એટ્રેક્ટ કરે છે. 

સારા કરિયરવાળો યુવક
દરેક યુવતીને તેવા યુવકો વધુ એટ્રેક્ટ કરે છે જે પોતાના કરિયરમાં સફળ હોય છે. પરંતુ યુવતીને તમારા પગાર અને સ્ટેટસ સાથે મતલબ હોતો નથી, બસ તમારા કરિયરમાંથી તમારી સીરિયસનેસ અને મેચ્યોરિટીની જાણકારી મેળવવી હોય છે. આવા સંબંધ જે કરિયરમાં સફળ થાય છે તે વધુ ટકે છે. 
  

જે સન્માન કરતો હોય
જે સન્માન કરતો હોય
યુવક એક યુવતીને ત્યારે ઇમ્પ્રેસ કરી શકે છે જ્યારે તે સામા વાળાનું સન્માન કરે. તે યુવતીઓ માટે સારી વસ્તુ કરે. તેના માટે કારનો દરવાજો ખોલે, જ્યારે યુવતીને ઠંડી લાગતી હોય તો તેની જેકેટ આપી દે. આ થોડુ ફિલ્મી જરૂર છે પરંતુ યુવતીઓને આ બધી વાતો ખુબ પસંદ આવે છે