સાવચેતીઃ ચોમાસામાં ભયંકર વીજળીથી બચવા માટે અપનાવો આ ઉપાયો, જાણો વધુ

 આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગ્યો હોય તે વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
 
vijali_

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆત પહેલા પ્રી-મોન્સૂન દરમિયાન તેમજ ચોસામા દરમિયાન વીજળી પડવાના અનેક બનાવો બનતા હોય છે. તાજેતરમાં વીજળી પડવાને કારણે જીવ ગુમાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સમગ્ર રાજયમાં વીજળી પડવાને કારણે માનવ-પશુઓ મૃત્યુના બનાવો બન્યા છે. આથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી લોકોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું

• ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું

આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો

• ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.

• આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.

• ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.

• મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો.

• મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.

• પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.

• ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રિક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.

વીજળી પડવાની શકયતા
• જો તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વીજળી/ઈલેક્ટ્રિકથી શોક લાગ્યા પછી
• લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.

• મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.

• કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.

• કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડૉક્ટરને જાણ કરવી.

• દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલા કપડાંને ઉખાળવું નહી.

• આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગ્યો હોય તે વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

 આકાશી વીજળી થતી હોય તે દરમિયાન રાખવાની સાવચેતીઓ
• વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.

• ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીગ રાખો.

• વણવપરાતા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવા.

• ઈલેક્ટ્રિકના ઉપકરણો પાણીની લાઈના તથા ભેજથી દૂર રાખવા.

• વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું.

• તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

• શોર્ટ સર્કિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવીએ સ્વીચ વાપરવી.

• ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.

ઈલેક્ટ્રિક કામના જાણકાર પાસે જ ઈલેક્ટ્રિક કામ કરાવવું.

• ઈલેક્ટ્રિક કામ કરતી વખતે વીજળીના અવાહક વસ્તુ ઉપર ઊભા રહેવું.

• ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.

• ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઊભા ન રહેવું.

• તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.

• ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.

• ઈલેક્ટ્રિક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહીં.