સરકારી નોકરીઃ SBIમાં 29 જગ્યા માટે ભરતી, ઉમેદવારો જલ્દી કરો અરજી, આ છે અંતિમ તારીખ
 -Jobs

અટલ સમાચાર, ડેસ્ક


 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં બેંક માટે સ્પેશ્યાલીસ્ટ ઓફિસર્સની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી કરી રહી છે. જણાવી દઈએ કે, SBI SO ભરતી 2022માં સિસ્ટમ ઓફિસર્સ અને એક્ઝિક્યુટિવની ભરતી નિયમિત અને કોન્ટ્રાક્ટ ધોરણે થઈ રહી છે. જેને લઈને બેંકે SO ભરતી જાહેરાત CRPD/SCO/2022-23/06 માટે સિસ્ટમ્સ ઓફિસરની પાત્રતાના માપદંડના સંદર્ભમાં નોટિફિકેશન બહાર પાડી છે.નવીનતમ નોટિફિકેશન મુજબ, સિસ્ટમ્સ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર) ગ્રેડ: MMGS-II અને (પ્રોજેક્ટ મેનેજર) ગ્રેડ: SMGS-IV માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (PMI), યુએસએ તરફથી PMP પ્રમાણપત્રના પાત્રતા માપદંડોને ફરજિયાતમાંથી પસંદગીમાં બદલવામાં આવ્યા છે. એટલે કે ઉપરોક્ત પદોમાં રસ ધરાવતા ઉમેદવારો પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી નથી. જોકે, તેની હાજરી ઇચ્છનીય રહેશે.

ત્યારે હવે પ્રમાણપત્રને અભાવે જે ઉમેદવારો અરજી નહોતા કરી શક્ય, તેઓ અરજી કરવા સક્ષમ હશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન અરજી 27 એપ્રિલ, 2022ના રોજ શરુ કરવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારો 17 મે, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી અંતર્ગત સિસ્ટમ્સ ઓફિસર અને એક્ઝિક્યુટિવની કુલ 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ખાલી જગ્યાની વિગતો અહીં આપેલ છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ માપદંડોને સમજવા માટે સૂચના કાળજીપૂર્વક વાંચવી. ઓનલાઈન અરજી ફોર્મ 17 મે, 2022 સુધી સબમિટ કરી શકાશે. જયારે 25 જૂન, 2022ના રોજ યોજાનારી લેખિત પરીક્ષાના આધારે પસંદગી થશે. ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in/career પરથી અરજી કરી શકાશે.

આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન એપ્લિકેશન બાદ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જેના અંગે નોટિફીકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ નોટિફીકેશન વાંચવાનું રહેશે.