ખુલાસોઃ ગઈકાલે સોખડા સ્વમિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો
sokhda

અટલ સમાચાર, ડેસ્ક


હરિધામ સોખડા સ્વમિનારાયણ મંદિરઆ ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ બાદ સૌકોઈ એ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હતા કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે કે તેમણે આત્મહત્યા કરી છે? જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે  ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. 

ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7 થી 7.15 વચ્ચે  ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં  આપઘાત કર્યો હતો. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હુંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા, આ સાથે પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું પણ ખૂલ્યું છે.આ સાથે અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પોલીસે પ્રભુપ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકોની પૂછપરછ કરી હતી. કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી શરૂ છે. જો કે પ્રભુપ્રિય સ્વામીએ  પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું હતું કે  ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી. 


આ વિવાદ વચ્ચે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક જ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે સૌ કોઈને ચોંકાવી દીધા. આજ સવારથી જ ગુણાતીત સ્વામીના મૃત્યુના સમાચાર વહેતા થતા સમગ્ર દિવસ દરમિયાન એ જ ચર્ચાઓ થઇ કે આખરે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામી સાથે શું થયું હતું> ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી કે કોઈએ કાવતરું રચીને તેમની હત્યા કરી હતી. જો કે આખરે પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે તેમણે આત્મહત્યા કરી હતી.