ચર્ચાઃ હાર્દિક પટેલ પર ગંભીર આરોપ, ઘણા લોકો પાસેથી લીધેલી રકમ હજુ સુધી પરત કરી નથી
hardik (1)

અટલ સમાટાર, ડેસ્ક

હાર્દિક પર આક્ષેપ બાદ હાર્દિકના સમર્થકોએ એવું કહ્યું હતું કે ભાવેશ સોનાણીએ આ બધા આક્ષેપો કોંગ્રેસના કહેવાથી કર્યા છે ત્યારે આ અંગે ભાવેશે ફરી મીડિયા સમક્ષ આવીને ખુલાસા કર્યા છેકે તેણે કોઇના કહેવાથી મીડિયામાં ઇન્ટવ્યૂ નથી આપ્યા. હાર્દિક પટેલે ઘણા લોકો પાસેથી રકમ લીધેલી જે હજુ સુધી પરત કરી નથી, અહીંથી દોઢ લાખ લઈ ગયો હતો

ભાવેશે કહ્યું કે હાર્દિક પટેલ વિરમગામમાં એસપીજીમાં હતા, ત્યારે ઘણા લોકો પાસેથી રકમ લીધેલી જે હજુ સુધી પરત કરી નથી. તો કડીની એક વ્યકિત પાસેથી લીધેલા રૂપિયાનો કેસ હજુ ચાલતો હોવાની વાત કરી હતી. આ સાથે ભાવેશ સોનાણીએ કહ્યું કે એસપીજીમાં હાર્દિક હતો ત્યારે ભાવનગરમાં આવ્યો હતો ત્યારે PSIની પરીક્ષા પાસ કરી દેવાના બહાને દોઢ લાખ રૂપિયા પણ લીધા હતા. બાદમાં આ અંગે રેશ્મા પટેલને કહેતા તેમણે હાર્દિક ઉદેપુર હોવાથી રેશમાં પટેલે આ રકમ પરત કરી હતી.