મેઘમહેરઃ હવામાન વિભાગે ચોમાસાને લઇ કરી મોટી આગાહી, આ તારીખથી વરસાદની શરૂઆત થશે

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી હતી કે દેશમાં સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે છે. દેશમાં ચોમાસાને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું 'અસાની' હવે વિખેરાઈ ગયું છે, પરંતુ હવે દેશમાં ચોમાસાને લઈને એક નવા સમાચાર આવ્યા છે. દેશમાં ચોમાસાની શરૂઆત વહેલા થશે તેવી આગાહી કરવામાં આવી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂને જ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે. જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું.