દુર્ઘટનાઃ ગાયને બચાવવા જતાં એમ્બ્યુલન્સનો ભયાનક અકસ્માત, 4 લોકોના મોત, ચાર ઘાયલ થયા

રાજ્યના ઉડુપી જિલ્લાના બાયંદુર તાલુકા નજીક શિરુર ટોલ બૂથ પર બુધવારે થયેલા અકસ્માતમાં એમ્બ્યુલન્સના ત્રણ મુસાફરો અને તેના ડ્રાઇવરના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.
 
અકસ્માત

અટલ સમાચાર, ડેસ્ક

કર્ણાટકમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં વરસાદના કારણે ભીના રસ્તા પર ફુલ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સ ટોલ પ્લાઝા પર અકસ્માતનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સમાં એક દર્દી અને બે પરિચારકો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યના ઉડુપી જિલ્લાના બાયંદુર તાલુકા નજીક શિરુર ટોલ બૂથ પર બુધવારે થયેલા અકસ્માતમાં એમ્બ્યુલન્સના ત્રણ મુસાફરો અને તેના ડ્રાઇવરના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર છે.આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ગાર્ડ એમ્બ્યુલન્સને આવતી જોઈ સમયસર બે બેરીયર હટાવી લે છે, પરંતુ ત્રીજી બૂમ બેરીયર ઉભા કરે તે પહેલા જ બેકાબુ એમ્બ્યુલન્સ ઉંચે આવી જાય છે. અને થોડી ક્ષણોમાં બધું નાશ પામે છે.

એવું માનવામાં આવે છે કે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ભીના રસ્તા પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો હતો અને વાહન અકસ્માતનો શિકાર બન્યું હતું. ફૂટેજમાં, કેટલાક લોકો, જેઓ સિક્યોરિટી ગાર્ડ અને ટોલ વર્કર્સ દેખાઈ રહ્યા છે, તેઓ એમ્બ્યુલન્સને નજીક આવતા જોઈને એક ગલીમાંથી પ્લાસ્ટિક બેરિકેડ્સને હટાવવા દોડતા જોઈ શકાય છે.