વલસાડઃ કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, વાતાવરણમાં પલ્ટો આવતા કેરીને અસર
mengo

અટલ સમાચાર, ડેસ્ક

આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં  કેરીનો પાક માત્ર 15થી 20 ટકા બચ્યો હતો. પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ફ્લાવરિંગ બાદ અત્યાર સુધી થયેલા કમોસમી વરસાદ અને અવાર નવાર છવાયેલા  વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર થઈ છે. આથી  કેરીના ઉત્પાદનમાં મોટું નુકસાન થયું હતું.

એવામાં છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાનીની શક્યતા જોવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાની વલસાડી આફૂસ સહિતની કેરી ખૂબ જ સંવેદનશીલ હોય છે. વાતાવરણમાં થોડા જ ફેરફારની સીધી અસર કેરીના પાક અને ઉત્પાદન પર પડે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આથી આ વખતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું હતું, આ વખતે બે વર્ષનું નુકસાન ભરપાઈ થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા હતા. આ વર્ષે  સીઝનની શરૂઆતમાં આંબા ઉપર મોટા પ્રમાણમાં મોર બેઠા હતા.આથી આ વખતે કેરીનો ભરપૂર પાક થશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં વારંવાર આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. પરિણામે આ વખતે વલસાડ જિલ્લામાં માત્ર 15 થી 20 ટકા જ કેરીનો પાક બચ્યો છે.