કોરોના@ગુજરાતઃ એક દિવસમાં 21 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા
કોરોના@ગુજરાતઃ એક દિવસમાં 21 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમણના કેસોની વાત કરીએ તો વધુ 21 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે સતત બીજા દિવસે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10084 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,28,55,962 ડોઝ આપવામાં આવ્યા છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 6 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 21 કેસ ફક્ત 4 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 6, વલસાડમાં 4, સુરતમાં 4, સુરત જિલ્લામાં 2, વડોદરા શહેરમાં 2, ખેડામાં 1, મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. બાકીના રાજ્યના 5 મહાનગર અને 28 જિલ્લા સલામત છે.રાજ્યમાં હાલ ફક્ત 182 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 179 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 794 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10084 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસો બાદ રાજ્યમાં એક મૃત્યુ નોંધાયું છે.