ઘટનાઃ અમદાવાદમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, પાર્ટી કરતા 8 યુવકો ઝડપાયા
ઘટનાઃ અમદાવાદમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, પાર્ટી કરતા 8 યુવકો ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે યુવકે પોતાના 7 મિત્રોને ભેગા કરી એસજી હાઈવે પરની હોટલમાં દારૂની મહેફિલ યોજી હતી. જોકે પોલીસે રેડ કરી તમામ યુવકોની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે (SG Highway)પર રેડ કરીને દારૂની મહેફીલ ઝડપી છે. પોલીસે બાતમીનાં આધારે એસજી હાઈવે પર આવેલી હોટલ મુકુંદમાં રૂમ નંબર 601માં રેડ કરી હતી. રેડ કરતા પોલીસને દારૂની મહેફીલ માણતા 8 યુવકો મળી આવ્યા હતા. પોલીસે યુવકો પાસેથી દારૂ અને બિયરની બોટલો કબ્જે કરી હતી. મોટા ભાગનાં આરોપીઓ સેટેલાઈટ અને જોધપુર વિસ્તારનાં જ રહેવાસી હોવાનું ખુલ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહત્વનું છે કે અમદાવાદમાં વારંવાર આવી રીતે દારૂની મહેફિલના કેસ કરવામાં આવે છે અને થોડા દિવસ પહેલા પણ એક કેસ થયો હતો. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ગુજરાતના dgp દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દારૂનો કેસ કરવામાં આવે અને dg વિજિલન્સ દ્વારા આવા દારૂના અનેક કેસો પણ કરવામાં આવી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પૃથ્વી ગોહેલ નામના જોધપુર ગામના રહેવાસી યુવકનો જન્મ દિવસ હોવાથી તેને આ મહેફિલનું આયોજન કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં પૃથ્વી સિંહ ગોહેલ, વિજય ઠાકોર, સ્મિત રાઠોડ, હર્ષ પટેલ, કાર્તિંક આંબલીયા, શૈલેષ વાધેલા, ધ્રુતીન રાઠોડ, મિલાપ મિસ્ત્રીની ધરપકડ કરાઈ છે. હાલતો પોલીસે આ મામલે એ તપાસ શરૂ કરી છે કે આરોપી દારૂ ક્યાંથી લાવ્યા છે અને આ મહેફિલમાં હોટલ સંચાલકની કોઈ મિલીભગત છે કે નહીં. જો આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તેની પણ કાર્યવાહી હાથ ધરાશે.