ચુકાદોઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET માં OBC અને EWS ને 27% અનામતની મંજૂરી આપી

Supreme Court દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC અને EWS ક્વોટાને લઈને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

2021 નો ગૂંચવાયેલો મામલો હવે સોલ્વ થઈ જશે તેવું લાગી રહ્યું છે. Supreme Court દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC અને EWS ક્વોટાને લઈને પોતાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. Supreme Court દ્વારા આજે અપાયેલ ચુકાદામાં નીટ OBC અને EWS ક્વોટાને લઈને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે હાલના માપદંડો તરીકે તમામ મેડિકલ બેઠકો માટે NEET માં પ્રવેશ માટે ઓલ-ઇન્ડિયા ક્વોટા (AIQ) બેઠકોમાં અન્ય પછાત વર્ગ (OBC) માટે 27% અને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) વર્ગ માટે 10% અનામતની મંજૂરી આપી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુપ્રીમ કોર્ટે 6 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો નક્કી કર્યા બાદ કહ્યું હતું કે રાષ્ટ્ર હિતમાં નીત પીજી કાઉન્સેલિંગ શરૂ થવું જરૂરી છે.  સુપ્રીમ કોર્ટ દ્વારા રિઝર્વેશન લાગુ કરવાનો નિર્ણય. સુપ્રીમ કોર્ટમાં નીટ પીજી મામલે રિઝર્વેશનનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે આ બેચને જ રિઝર્વેશન લાગુ પડશે. કોર્ટના નિર્ણય બાદ હવે કાઉન્સેલિંગ બાદ રસ્તો સાફ થઈ ગયો છે. જલ્દીથી કાઉન્સેલિંગ શરૂ થશે.