રહસ્યઃ ગાધીનગરની PDEUના અધ્યાપકોએ દાવો કર્યો કે કચ્છની ધરતીના પેટાળમાં તેલ અને નેચરલ ગેસના ભંડાર ભર્યા છે

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડો. ભવાનીસિંઘ દેસાઈ જણાવે છે કે, કચ્છના નારાયણ સરોવરથી મુન્દ્રા સુધીના દરિયાઈ પટ્ટામાં દરિયા કિનારાથી 200 મીટરના અંતરે નેચરલ ગેસ અને ઓઈલનો પુષ્કળ ભંડાર છે.

 
file fhoto

 અટલ સમાચાર, ડેસ્ક


કચ્છની  સૂકી ઘરતીમાંથી સોનુ નીકળે તો નવાઈ નહિ કરણ કે અહીં ઓઇલ મળી આવ્યાનો દાવો સંશોધકોએ કર્યો છે. PDEUના અધ્યાપકોએ વર્ષોના સંશોધન બાદ સફળતા મળી છે કે, કચ્છની ઘરતીમાં તેલનો ભંડાર છુપાયેલો છે. સાયન્સ સીટીમાં વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ - 2022ના ભાગરૂપે  એજ્યુકેશન કૉંફેરન્સમાં PDEU દ્વારા આ પ્રોજેકટ પ્રદર્શનમાં મુકાયો છે.  2019થી પેટ્રોલિયમ મંત્રાલય સાથે તેમજ કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે વાતચીત પણ ચાલી રહી છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડો. ભવાનીસિંઘ દેસાઈ જણાવે છે કે, કચ્છના નારાયણ સરોવરથી મુન્દ્રા સુધીના દરિયાઈ પટ્ટામાં દરિયા કિનારાથી 200 મીટરના અંતરે નેચરલ ગેસ અને ઓઈલનો પુષ્કળ ભંડાર છે.


અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ગાધીનગરની PDEUના અધ્યાપકોએ દાવો કર્યો છે કે, કચ્છની ધરતીમાં તેલના ભંડારો રહેલા છે. વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટમાં યોજાયેલા પ્રદર્શનમાં પીડીપીયુએ પોતાનો પ્રોજેક્ટ રજુ કર્યો છે.  અધ્યાપકોએ નોંધ્યુ છે કે, કચ્છ નારાયણ સરોવર અને ક્રીક પાસેના જમીન કાળમાં ઓઇલ અને નેચરલ ગેસનો ભંડાર છે. અન્ય એક્સપ્લોરેશન સ્થળોની સરખામણીએ આ સ્થળ ઉપર ઓઈલ અને નેચરલ ગેસનું એક્સપ્લોરેશન કરવું થોડું મોંઘુ છે. પરંતુ જો અહીંયાથી ઓઇલ અને નેચરલ ગેસમાં ભંડાર મળશે તો એને કારણે ગુજરાત તેમજ ભારત માટે એક નવો આયામ સ્થાપિત થઈ શકે છે.


કચ્છના પેટાળમા રહેલા ખડકોમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પણ ઓઇલ હોવાનું સામે આવ્યું છે. સદીઓ પુરાણા પથ્થરો પર પણ સંશોધન કરવામાં આવ્યું છે. ઉપરાંત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ONGC સાથે મળીને તેલ તેમજ ગેસ મેળવવા માટે આગામી દિવસોમાં કામ પણ શરૂ કરશે. મહત્વનું છે કે, વિશ્વ કક્ષાએ ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે ત્યારે જો કચ્છના પેટાળમાં રહેલ ઓઇલને મેળવવામાં આવે તો માત્ર કચ્છનો જ નહીં ગુજરાતના વિકાસમાં પણ આ પ્રોજેકટ લેન્ડમાર્ક સાબિત થઈ શકે.