રસીકરણઃ આજથી અપાશે રસીનો ત્રીજો ડોઝ, જાણો કોને આ રશી કેટલા સમયે લેવાની

ત્રીજા ડોઝ માટે Co-Win App પર નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને રસી લઈ શકો છો. જો તમે લાઈનમાં ઉભા રહેવા માંગતા નથી, તો તમે સાઇટ પરથી અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


દેશની સુરક્ષા કરતા હેલ્થ આર્મીની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરી રહી છ. 1 કરોડથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને પ્રિકોશન ડોઝ માટે રિમાઇન્ડર એસએમએસ મોકલવામાં આવ્યા છે. COWIN પર અપોઈન્મેન્ટ પહેલા જ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે આજથી આરોગ્ય તંત્ર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનું શરુ કરાશે. આ ડોઝ ફ્રન્ટલાઈન વોરિયર્સ, 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને આપવામાં આવશે. આ ડોઝ વેકિસનના (vaccine third dose) બે ડોઝ લગાવ્યા બાદ 9 મહિના કે 39 અઠવાડીયા બાદ લગાવી શકાય છે. મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિ.ની હોસ્પિટલ પરથી આજથી કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર વિના પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ફ્રન્ટલાઈન વર્કર્સ (આરોગ્ય કાર્યકર્તાઓ, પોલીસકર્મીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ) અને કોમોર્બિડિટીઝ ધરાવતા વરિષ્ઠ નાગરિકો (ગંભીર રીતે બીમાર લોકો) ત્રીજો ડોઝ લઈ શકે છે.
સરકારે જણાવ્યું છે કે, જો તમારે પ્રિકોશનરી ડોઝ લેવો હોય, તો પહેલા ડોક્ટરની સલાહ લો, પરંતુ ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર નથી. એટલે કે, લોકો ડોક્ટરના સર્ટિફિકેટ વિના પણ રસીનો ત્રીજો ડોઝ લઈ શકે છે. જો તમે બંને ડોઝ લીધા હોય, તો તમારે ત્રીજો ડોઝ બીજા ડોઝના નવ મહિના પછી જ લેવો જોઈએ. આ પરિપ્રેક્ષ્યમાં, જેમણે એપ્રિલ 2021ના ​​પહેલા અઠવાડિયામાં રસીનો બીજો ડોઝ લીધો હતો તેઓ હવે ત્રીજો ડોઝ અથવા પ્રીકોશન ડોઝ લઈ શકે છે. તમે અત્યાર સુધી જે રસી લીધી છે, તે જ રસી ત્રીજા ડોઝમાં પણ લાગશે. એટલે કે, જો તમે Covaccineના બંને ડોઝ લીધા છે, તો તમને Covaccineનો જ ત્રીજો ડોઝ મળશે. જો તમે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે, તો ત્રીજા ડોઝમાં પણ તમને કોવિશિલ્ડ મળશે.

ત્રીજા ડોઝ માટે Co-Win App પર નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને રસી લઈ શકો છો. જો તમે લાઈનમાં ઉભા રહેવા માંગતા નથી, તો તમે સાઇટ પરથી અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો. જો તમે ત્રીજો ડોઝ લેવા જઈ રહ્યા છો, તો તમારી સાથે વોટર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માન્ય કોઈપણ દસ્તાવેજ વેક્સિનેશન સેન્ટર પર લઈને જાઓ. રસી લેતી વખતે તેમાંથી એક દસ્તાવેજ બતાવવો ફરજિયાત છે. જો તમે રસીનો ત્રીજો ડોઝ લેવા માટે સરકારી હોસ્પિટલમાં જઈ રહ્યા છો, તો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી આપવામાં આવશે.