નિર્ભયા ગેંગરેપઃ કોર્ટે પવનની અરજી ફગાવી, ઘટના સમયે દોષી સગીર હોવાનો દાવો કર્યો હતો

અટલ સમાચાર, ડેસ્ક નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી પવન ગુપ્તાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. દોષીના વકીલે દાવો કર્યો હતો કે, ઘટના સમયે પવન સગીર હતો. સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની સ્પેશિયલ બેન્ચ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આ અરજીમાં કોઈ નવો આધાર રજૂ કરવામાં નથી આવ્યો. ત્રણ
 
નિર્ભયા ગેંગરેપઃ કોર્ટે પવનની અરજી ફગાવી, ઘટના સમયે દોષી સગીર હોવાનો દાવો કર્યો હતો

અટલ સમાચાર, ડેસ્ક

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી પવન ગુપ્તાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. દોષીના વકીલે દાવો કર્યો હતો કે, ઘટના સમયે પવન સગીર હતો. સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની સ્પેશિયલ બેન્ચ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી.

આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આ અરજીમાં કોઈ નવો આધાર રજૂ કરવામાં નથી આવ્યો. ત્રણ સભ્યોની બેન્ચે પવનના વકીલ એપી સિંહને સવાલ કર્યો હતો કે, પુન:વિચારણા અરજીમાં તમે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે આમા નવી માહિતી શું છે અને તે વિચાર કરવા યોગ્ય છે? એપી સિંહે દલીલ કરી છે કે પવનની ઉંમર સંબંધીત દસ્તાવેજોની માહિતી દિલ્હી પોલીસે જાણી જોઈને છુપાવી છે. હાઈકોર્ટે પણ ખોટી રીતે પવનની અરજી ફગાવી છે અને તથ્યોને નજર અંદાજ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલાં તેણે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ જ દાવો કર્યો હતો પરંતુ 19 ડિસેમ્બરે તેની અરજી નકારી દેવામાં આવી હતી. હવે પવને કહ્યું છે કે, સગીર હોવાની તપાસ કરવા માટે અધિકારીઓને તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપે. 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે પવન સહિત ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરી સવારે 6 વાગે ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. પવને અરજીમાં કહ્યું છે કે, 16 ડિસેમ્બર 2012 વખતે નિર્ભયા સાથે જે ઘટના બની ત્યારે તે સગીર હતો. હાઈકોર્ટે દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખ્યા વગર નિર્ણય આપ્યો છે. મારી સાથે ન્યાય કરવામાં આવે, કારણકે ન્યાય પ્રક્રિયાની નાનકડી ભૂલ મને ફાંસીના ફંદા સુધી પહોંચાડી દેશે.

પોતાની જાતને ફાંસીથી બચાવવા માટે પવને આ તરકીબ નીચલી હાઈકોર્ટમાં પણ અપનાવી હતી પરંતુ ત્યાં પણ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારપછી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાં પણ તેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પવને અરજીમાં કહ્યું હતું કે, તપાસ કરવા માટે અધિકારીઓએ તેની ઉંમર નક્કી કરવા માટે તેના હાડકાંની તપાસ કરી નથી. તેણે તેનો કેસ જુવેનાઈલ એક્ટ 7(1) અંતર્ગત ચલાવવાની અપીલ કરી છે.

16 ડિસેમ્બર 2012માં દિલ્હીમાં ગેંગરેપ પછી નિર્ભયાને ગંભીર હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. દિલ્હીમાં સારવાર પછી તેને એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું મોત થયું હતું. આ હુમલામાં 6 આરોપીઓમાંથી 1 સગીર હતો તેને સુધારગૃહ મોકલવામાં આવ્યો હતો. તેણે ત્યાં સજા પૂરી કરી લીધી છે. એક આરોપી રામસિંહે જેલમાં જ ફાંસી લગાવી દીધી છે. ચાર અન્ય આરોપી પવન, મુકેશ, અક્ષય અને વિનય શર્માની ફાંસી માટે બીજુ ડેથ વોરન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમાં ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ પહેલાં જે વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં 22 જાન્યુઆરીએ ફાંસીની તારીખ જાહેર કરવામાં આવી હતી.