નીતા અંબાણીએ પુત્રવધુ શ્લોકાને 300 કરોડનો અનમોલ હાર ભેટ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. આ ભવ્યાતિભવ્ય લગ્ન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બાંન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં થયા હતાં. જેમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન
 
નીતા અંબાણીએ પુત્રવધુ શ્લોકાને 300 કરોડનો અનમોલ હાર ભેટ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. આ ભવ્યાતિભવ્ય લગ્ન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બાંન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં થયા હતાં. જેમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રીતરિવાજ મુજબ થયા હતા.

આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. આ લગ્નની ભવ્યતાના સમાચાર ન્યૂઝપેપરથી માંડીને ટીવીમાં ખૂબ ચાલ્યા હતા. લગ્નના વીડિયોઝ અને ફોટોઝ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. આ લગ્નની આજે પણ લોકોમાં ચર્ચા થતી રહે છે. હવે આ લગ્ન વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લગ્નની વ્યવસ્થા માટે સૌથી બેસ્ટ વસ્તુઓની પસંદગી કરી હતી અને જ્યારે મુંહ દિખાઇની વાત આવે તો નીતા અંબાણી કેવી રીતે પાછળ રહી શકે છે. મુંહ દિખાઇ માટે નીતા અંબાણીને ઘણો સમય લાગ્યો હતો. નીતા અંબાણી પુત્રવધુ શ્લોકાને કોઇ અનમોલ વસ્તુ આપવા માંગતા હતાં. આખરે નીતા અંબાણીએ શ્લોકા માટે એક હીરાનો હાર પસંદ કર્યો.

આ હિરાના હારની કિંમત અધધ 300 કરોડ રૂપિયા હતી. સૂતોના જણાવ્યા પ્રમાણે નીતા અંબાણીએ શરૂઆતમાં શ્લોકાને ખાનદાની હાર આપવા વિચારેલું. તેમની જુની પરંપરા અનુંસાર તેઓ આમ કરવા માંગતા હતાં. પરંતુ બાદમાં નીતા અંબાણીએ શ્લોકાને આ અનમોલ હાર ભેટમાં આપ્યો હતો.

આ હારને ‘L’Incomparable ના નામે પણ ઓળખવામાં આવે છે. જેને લેબેંસ જ્વેલરે બનાવ્યો છે. જ્વેલરના જણાવ્યા પ્રમાણે આ દુનિયાનો સૌથી મોંઘો હાર છે. સાસુ નીતા અંબાણી ઉપરાંત નણંદ ઈશા અંબાણીએ શ્લોકાને એક બંગલો ભેટમાં આપ્યો છે.