આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રવિવારે નિતીન પટેલ મહેસાણા ખાતે વિવિધ કામોનું લોકાર્પણ કરશે. જેમાં  સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિતિ બાદ 11.30 કલાકે 70 મા વન મહોત્સવની ઉજવણી આર.એમ.પ્રજાપતિ આર્ટ્સ કોલેજ કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેશે. સભાનો કાર્યક્રમ કે.એમ.કોઠારી હાઇસ્કુલ સતલાસણા ખાતે યોજાનાર છે.

નાયબ મુખ્યમંત્રી 4 ઓગષ્ટ રવિવારે બપોરે 2 કલાકે ઉંઝા તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરનાર છે.આ ઉપરાંત મહેસાણા શહેરમાં સાંજે 4 કલાકે મહિલા સશક્તિકરણ અને સમાજ સુરક્ષા યોજના હેઠળ ટાઉન હોલ ખાતે લાભાર્થીઓને હુકમ વિતરણ કરનાર છે.

સાંજે 4.30 કલાકે ક્વોરેન્ટાઇન સ્ટેશનનું  લોકાર્પણ,સાંજે 5 કલાકે વૃંદાવન ગાર્ડન નાગલપુરનું લોકાર્પણ, સાંજે 5.15 કલાકે સ્નેહકુટીર વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ, સાંજે 5.30 કલાકે ભગવાન પરશુરામ પ્લે ગ્રાઉન્ડનું લોકાર્પણ, સાંજે 5.45 કલાકે તાલુકા પંચાયત કચેરી મહેસાણાનું લોકાર્પણ અને ત્યારબાદ સાંજે 6 કલાકે સ્વામિ વિવેકાનંદ લેકનું લોકાર્પણ અને સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code