nitin patel
પ્રતિકાત્મક તસ્વીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન તરીકે ઓળખાતુ 4 માસનું વચગાળાનું બજેટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. લેખાનુદાન હોવાથી કોઈ વધારાનો કરબોજ નથી પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગને આકર્ષવાનો પ્રયાસ થયો છે. નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રસ્તુત કરેલ બજેટમાંથી પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી છે.

લોકસભાની ચૂંટણી પછી સંભવત જૂનમાં ફરી બજેટ સત્ર મળશે જેમાં પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે.  નીતિન પટેલ અગાઉ 5 વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. આજે વધુ એક વખત બજેટ રજુ કર્યુ છે. નીતિન પટેલે તૈયાર કરેલ લેખાનુદાનમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે તરફે લાભ રહે તેવા એંધાણ છે. ખેડૂત વર્ગની નારાજગી દૂર કરવા કેન્દ્ર સરકારે દર વર્ષે રૂ. 6000 ખાતામાં જમા કરવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે નોંધપાત્ર લાભ લાવી હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં યુવાનોને રોજગારી મોટો પ્રશ્ન છે તેથી બજેટમાં રોજગારલક્ષી ઝોક હોવાનું સમજાય છે. રાજ્યમાં મહિલા મતદારોનો મોટો વર્ગ છે તેથી મહિલાઓને ખુશ કરવા બજેટમાં ખાસ જોગવાઈ છે. લેખાનુદાન હોવા છતા સરકારે રાજ્યના વિવિધ વર્ગને રાજી કરવા માટે પ્રયાસ કર્યો છે. શહેરી વિકાસ, યુવા સેવા સાંસ્કૃતિક, રમત-ગમત, કુટીર ઉદ્યોગ, આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા, પાણી પુરવઠા વગેરેને અનુલક્ષીને માતબર જોગવાઈ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. આવતા બે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર દ્વારા તેમા લાભ મળે તે રીતે બજેટના ઘડતરમાં ધ્યાન અપાયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code