ગુજરાતમાં કોંગ્રેસ નહીં પણ ભાજપ તુટવાના આરે : ભરતસિંહ સોલંકી

અટલ સમાચાર, અમદાવાદ ગુજરાતના Dy.Cm નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહયું હતુ કે, કોંગ્રેસમાં આંતરિક મતભેદ ચાલી રહ્યો છે કર્યો છે જેના કારણે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા તૂટશે. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ સામે જવાબ આ૫યો છે કે, કોંગ્રેસ નહીં ભાજપ તૂટવાના આરે છે. લોકસભામાં ભાજપ હાર ભાળી ગયાં છે તેથી તેમણે
 
ગુજરાતમાં કોંગ્રેસ નહીં પણ ભાજપ તુટવાના આરે : ભરતસિંહ સોલંકી

અટલ સમાચાર, અમદાવાદ 

ગુજરાતના Dy.Cm નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહયું હતુ કે, કોંગ્રેસમાં આંતરિક મતભેદ ચાલી રહ્યો છે કર્યો છે જેના કારણે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા તૂટશે. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ સામે જવાબ આ૫યો છે કે, કોંગ્રેસ નહીં ભાજપ તૂટવાના આરે છે. લોકસભામાં ભાજપ હાર ભાળી ગયાં છે તેથી તેમણે આવું નિવેદન આપી રહ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ નિશાન સાધતા કહયું હતુ કે, કોંગ્રેસની ચિંતા કરવાં કરતાં પોતાના પક્ષની ચિંતા કરે. ભાજપમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બદલાવવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તેઓ ધ્યાન ભટકાવવા આવી વાતો કરી રહ્યા છીએ. નીતિન પટેલે પોતાનું પદ બચાવવાની ચિંતા કરવી જોઈએ. ભાજપમાં સત્તા મેળવવા માટે આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહયુ છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તે વિષય પર ભરતસિંહ સોલંકીને પુછતાં તેમણે કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોર પક્ષમાં સારી રીતે કામ કરતાં રહેશે.