અટલ સમાચાર,અમદાવાદ
૧ર ફેબ્રુઆરીથી અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમ પંડિત દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહની સામે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીન પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનાં મંચ પર અમિત શાહની આજુ બાજુ સીએમ રૂપાણી અને જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું. જ્યારે આ કાર્યક્રમમાં ડે.સીએમ નિતીન પટેલને મંચ પર છેલ્લે બેસાડવામાં આવ્યાં હતાં. જેનાથી લોકોમાં ચર્ચા ફરીથી જવલંત થઇ છે કે નિતીન પટેલનું આગામી ચૂંટણી પછી સ્થાન જોખમમાં મુકાયું છે.