હવેથી પ્રવાસી બસો રાત્રે 11 થી સવારે 6 સુધી નહીં દોડાવાય : રાજય સરકાર
અટલ સમાચાર,ગાંધીનગર તાજેતરના બનાવને પગલે શાળા પ્રવાસમાં થતાં અકસ્માતોને રોકવા મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતની ઘટનાને પગલે રાત્રીનાં 11 થી સવારનાં 6 કલાક સુધી પ્રવાસ રોકવા નકકી કરવામાં આવ્યું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ
Dec 26, 2018, 16:40 IST

અટલ સમાચાર,ગાંધીનગર
તાજેતરના બનાવને પગલે શાળા પ્રવાસમાં થતાં અકસ્માતોને રોકવા મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતની ઘટનાને પગલે રાત્રીનાં 11 થી સવારનાં 6 કલાક સુધી પ્રવાસ રોકવા નકકી કરવામાં આવ્યું છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત અને તેમના મોત પણ નીપજ્યાં છે. ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. જોકે, ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાત્રીનાં 11 વાગ્યાથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. આ ઉપરાંત બાળકોને રાતે
રહેવાની યોગ્ય વ્યવસ્થા થશે.