આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાંથાવાડા

ખેતીની સિઝન પૂર્ણ કરી વતન હરિયાણા જતાં 12 વ્યક્તિ લોકડાઉન વચ્ચે ફસાયા છે. માણસાથી નિકળી મહેસાણા અને ડીસા બાદ પાંથાવાડા નજીક પકડી લેવામાં આવ્યા છે. ગુંદરી પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો દાખલ કરી દાંતીવાડા યુનિવર્સિટી ખસેડ્યા છે. જ્યાં લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી હરિયાણા આરટીઓ હેઠળનું ટ્રેક્ટર નિકળ્યું હતું. ટ્રેક્ટરમાં કુલ 12 વ્યક્તિઓ ખેતીની સિઝન પૂર્ણ કરી પોતાના વતન જવા નિકળ્યા હતા. હાલત કોરોના મહામારી વચ્ચે લોકડાઉન ચાલુ હોઇ ભરાઇ ગયા છે. માણસા- મહેસાણા- પાલનપુર- ડીસા થઇ ગુંદરી ચેકપોસ્ટ પહોંચ્યા હતા. રાજસ્થાનની સરહદમાં પહોંચે તે પહેલાં ગુંદરી ચેકપોસ્ટ પોલીસે રોકી પૂછપરછ કરી હતી. જેમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુંદરી પોલીસ અને દાંતીવાડા મામલતદાર કચેરીએ તમામ 12 વ્યક્તિનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં તમામ તંદુરસ્ત મળી આવ્યા બાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મોકલી રહેવાની વ્યવસ્થા કરી હતી. લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી હરિયાણાના આ 12 વ્યક્તિને ક્યાંય નહિ જવા દેવાની દોડધામ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code