ચોમાસુ નિષ્ફળ રહેતા ઉ.ગુ.માં 1 લાખ હેક્ટરમાં વાવેતર ઘટી ગયું

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં નબળા ચોમાસાની અસર ખેતી ક્ષેત્રમાં મોટાપાયે થઈ હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો આવ્યો છે. આ સાથે વરસાદી પાણી અને ભેજ વિના મોટાભાગનો કૃષિ પાક કેનાલના પાણી ઉપર નિર્ભર છે. કેટલેકઅંશે ઉત્પાદનમાં ઘટાડાના આસાર છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નબલા ચોમાસાએ કૃષિ અને
 
ચોમાસુ નિષ્ફળ રહેતા ઉ.ગુ.માં 1 લાખ હેક્ટરમાં વાવેતર ઘટી ગયું

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં નબળા ચોમાસાની અસર ખેતી ક્ષેત્રમાં મોટાપાયે થઈ હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો આવ્યો છે. આ સાથે વરસાદી પાણી અને ભેજ વિના મોટાભાગનો કૃષિ પાક કેનાલના પાણી ઉપર નિર્ભર  છે. કેટલેકઅંશે ઉત્પાદનમાં ઘટાડાના આસાર છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં નબલા ચોમાસાએ કૃષિ અને આનુસંગિક રોજકારી-આવકનું ચિત્ર બદલી નાખ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરેરાશ 1 લાખ હેક્ટરમાં વાવેતર ન થયાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોના રવિ વાવેતરના આંકડાઓ ઉપરથી સામે આવ્યું છે કે, આ વર્ષે મહેસાણા જિલ્લામાં 20 થી 25 હજાર, પાટણ જિલ્લામાં 30 થી 35 હજાર, બનાસકાંંઠા જિલ્લામાં 20 થી 25 હજાર, સાબરકાંઠા જિલ્લામાં 25 થી 30 હજાર જ્યારે અરવલ્લી જિલ્લામાં 10 થી 15 હજાર હેક્ટરમાં વાવેતર થઈ શક્યું નથી.

નબળા ચોમાસાને પગલે ઉત્તર ગુજરાતમાં વાવેતરમાં ફેરબદલી કરતા વાતાવરણની અસર વરસાદી પાણીનો ભેજ ન મળતા, રોગચાળા સહિતના કારણોસર ખેડૂતોને ઉત્પાદનમાં ગાબડુ પડવાથી સંભાવના જણાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યુ ંહતું કે આ વર્ષે ખેતી ઉત્તર ગુજરાતના ખેડૂતોને આવક તો વધારી આપી શકે તેમ નથી પરંતુ જીવન ગુજારો માંડ નીકળે તેમ છે.

આવી સ્થિતિમાં નાના ખેડૂતો અને ખેતમજૂરોએ સ્થળાંતર કરી શહેરી વિસ્તારમાંરોજગારી માટે દોટ મુકી છે. નબળા ચોમાસાના કારણે કૂવા, તળાવ અને નદીના પાણી આ વખતે ખેડૂતોને મળી શક્યા નથી. આથી તમામ કૃષિ પાક કેનાલ અને સ્વતંત્ર બોર ઉપર નિર્ભર બન્યો છે.