ઉત્તર ગુજરાત: પાણીની તંગી વચ્ચે 8 ડેમ તળીયા ઝાટક થવાની તૈયારીમાં

અટલ સમાચાર,મહેસાણા ગુજરાતમાં ગત વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી હતી. પાણીની ભારે તંગી વચ્ચે ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી 8 ડેમમાં થોડો જ પાણીનો જથ્થો છે અને સાત ડેમમાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી જ બચ્યું છે અને વાત્રક ડેમમાં તો પાણી જ નથી. ઓછા વરસાદને કારણે ગુજરાતના કેટલાક ખેડૂતોએ
 
ઉત્તર ગુજરાત: પાણીની તંગી વચ્ચે 8 ડેમ તળીયા ઝાટક થવાની તૈયારીમાં

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાતમાં ગત વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી હતી. પાણીની ભારે તંગી વચ્ચે ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી 8 ડેમમાં થોડો જ પાણીનો જથ્થો છે અને સાત ડેમમાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી જ બચ્યું છે અને વાત્રક ડેમમાં તો પાણી જ નથી. ઓછા વરસાદને કારણે ગુજરાતના કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી ન હતી. કેટલાક ગામડાઓમાં પરીસ્થિતિ એવી છે કે, લોકોને પીવાનું પાણી ભરવા જવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. આ ઉપરાંત ગામડાના કુવાઓના પાણી, હેન્ડપંપમાં પાણી તળિયે પહોંચી ગયા છે.

હવે ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી 8 ડેમમાં થોડો જ પાણીનો જથ્થો છે અને સાત ડેમમાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી જ બચ્યું છે.

કયા ડેમમાં કેટલુ઼ પાણી ?

ધરોઈ ડેમમાં 72.65 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 17.24% પાણીનો જથ્થો છે.
દાંતીવાડા ડેમમાં 21.11 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 6.94% પાણીનો જથ્થો છે.
ગુહાઈ ડેમમાં 67 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 11.39% પાણીનો જથ્થો છે.
માઝૂમ ડેમમાં 8.78 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 36.62% પાણીનો જથ્થો છે.
હાથમતી ડેમમાં 11.84 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 10.54% પાણીનો જથ્થો છે.
હરણાવટ ડેમમાં 4.17 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 27.09% પાણીનો જથ્થો છે.
મેશ્વો ડેમમાં 18.68 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 41.11% પાણીનો જથ્થો છે.
વેડી ડેમમાં 40 અબજ લીટર પાણી છે અને ડેમમાં કુલ 10.56% પાણીનો જથ્થો છે.

મહેસાણાના ડેમમાં 140.16 અબજ લીટર પાણી છે. જેમાંથી ઉપયોગ લાયક પાણી માત્ર 72.65 અબજ લીટર છે. બનાસકાંઠાના ત્રણ ડેમમાં 43.20 અબજ લીટર પાણી છે. જેમાંથી ઉપયોગ લાયક પાણી માત્ર 21.11 અબજ લીટર છે. સાબરકાંઠાના 5 ડેમમાં 15.70 અબજ લીટર પાણી છે. જેમાંથી ઉપયોગ લાયક પાણી માત્ર 4.84 અબજ લીટર છે. અરવલ્લીના 6 ડેમમાં 54.29 અબજ લીટર પાણી છે. જેમાંથી ઉપયોગ લાયક પાણી માત્ર 39.70 અબજ લીટર છે. આમ કુલ 15 ડેમમાં 253.55 અબજ લીટર પાણીનો જથ્થો અને અને તેમાં માત્ર 138.30 અબજ લીટર પાણી ઉપયોગ લાયક છે.