આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

લોકસભા ચૂંટણી જીતી શકે તેવા દમદાર ઉમેદવારો પસંદ કરવા ભાજપ-કોંગ્રેસમાં તૈયારીમાં લાગી છે. જેમાં ઉત્તર ગુજરાતની ચાર બેઠકો ઉપર 50 ટકા ઉમેદવારો સામાન્ય કેટેગરીના જ્યારે 50 ટકા ઓબીસી વર્ગના ચૂંટણી જંગ લડે તેવી સંભાવના છે.

ભાજપ અને કોંગ્રેસ મહેસાણા જિલ્લામાં બહુમતી ધરાવતા ઠાકોર અને પાટીદાર વર્ગમાંથી ઉમેદવાર પસંદ કરશે. જોકે બંને પાર્ટી પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેમ છે. આવી સ્થિતિમાં અનામત આંદોલનની અસરથી ચૂંટણી જંગ રસાકસીભર્યો બનશે.

પાટણ જિલ્લામાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના હોવાથી ભાજપ અને કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં અન્ય સમાજને ટિકીટ આપે તેમ નથી. આવા સંજોગોમાં પાટણ લોકસભાના ઉમેદવાર ઓબીસી વર્ગના હોવાનું સ્પષ્ટ છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર અને ચૌધરી સમાજના ઉમેદવારો સૌથી વધુ છે. આ સાથે અન્ય સમાજના કદાવર નેતા હોવાથી ઉમેદવાર પસંદ કરવા બંને પાર્ટીને માથાનો દુખાવો છે. જોકે બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ ઓબીસી સિવાયના ઉમેદવાર ઉતારે તેવું નહિવત્ છે.

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની લોકસભા બેઠક ઉપર ઓબીસી, આદિવાસી, ક્ષત્રિય વર્ગના મતદારોનું પ્રભુત્વ છે. આવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ જનરલ વર્ગમાં ક્ષત્રિય સમાજના ઉમેદવાર પસંદ કરવા વધુ ભાર મૂકે છે.

આથી ઉત્તર ગુજરાતની સાબરકાંઠા અને મહેસાણા બેઠકની ટિકિટ જનરલ જયાર પાટણ અને બનાસકાંઠાની ટિકિટ ઓબીસી વર્ગને મળે તેવી પ્રબળ સંભાવનાથી 50 ટકા બેઠકો અનામત બને છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code