ઉત્તર ગુજરાતની એક કોલેજમાં સંચાલક અને સ્વરુપવાન મહિલાકર્મી વચ્ચે ઈલુ-ઈલુ

છેલ્લા કેટલાક સમયથી એકબીજાની નજીક આવી જતા વિદ્યાર્થીઓ પણ શરમાઈ રહ્યા છે Atalsamachar.com, મહેસાણા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની એક ખાનગી કોલેજમાં સંચાલક અને મહિલા કર્મચારી વચ્ચે પ્રેમ શિયાળાની ઠંડીમાં પણ ગરમી પકડી રહ્યો છે. સંચાલકનો સાથ હોવાથી મહિલા કર્મચારી પણ મરજી મુજબ નોકરીનો આનંદ લૂંટી રહ્યા છે. બન્ને વચ્ચેના પ્રેમ-પ્રકરણની વિદ્યાર્થીઓને જાણ થઈ જતાં શરમાઈ
 
ઉત્તર ગુજરાતની એક કોલેજમાં સંચાલક અને સ્વરુપવાન મહિલાકર્મી વચ્ચે ઈલુ-ઈલુ

છેલ્લા કેટલાક સમયથી એકબીજાની નજીક આવી જતા વિદ્યાર્થીઓ પણ શરમાઈ રહ્યા છે

Atalsamachar.com, મહેસાણા.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની એક ખાનગી કોલેજમાં સંચાલક અને મહિલા કર્મચારી વચ્ચે પ્રેમ શિયાળાની ઠંડીમાં પણ ગરમી પકડી રહ્યો છે. સંચાલકનો સાથ હોવાથી મહિલા કર્મચારી પણ મરજી મુજબ નોકરીનો આનંદ લૂંટી રહ્યા છે. બન્ને વચ્ચેના પ્રેમ-પ્રકરણની વિદ્યાર્થીઓને જાણ થઈ જતાં શરમાઈ જવાની સ્થિતિ બની છે.

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એક ખાનગી કોલેજમાં સંચાલક અને નવયુવાન મહિલા કર્મચારી વચ્ચેના ઈલુ-ઈલુ કોલેજ પ્રાંગણમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોલેજના શિક્ષણકાર્ય દરમિયાન સંચાલક અને યુવાન મહિલા કર્મચારીના ઈશારાઓ તેમજ એકબીજાને મળવાની હરકતો નવા નવા વિષયોને જન્મ આપી રહી છે. મહિલા કર્મચારી કરાર આધારિત છતાં સંચાલકનો સાથ-સહકાર હોવાથી વ્યવહાર પણ સુબેદાર જેવો બની ગયો છે. બન્ને વચ્ચેના પ્રેમપ્રકરણથી વિદ્યાર્થીઓ કંઈ કરે તે પહેલા સંચાલકે શિક્ષણકાર્ય અંગેના રોજીંદા નિયમો એકદમ કડક બનાવી દીધા છે.

સ્વરુપવાન મહિલા કર્મચારી કોલેજ પટાંગણમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ હરી-ફરી જાણે નિયમોનુ પાલન કરાવતા હોવાની પ્રતીતિ કરાવતા વિદ્યાર્થીઓ પણ માથુ ખંજવાળી રહ્યા છે. હકીકતે ઈલુ-ઈલુનું વાતાવરણ વિદ્યાર્થીઓને ભરશિયાળે પરસેવો પડાવી રહ્યું છે.