ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની જમીનના ઉતારામાં લૂંટઃ 5ને બદલે 10 લેવાય છે

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય સરકારે નિષ્ફળ ચોમાસાને પગલે ખેડૂતો માટે ઈનપુટ સહાય જાહેર કરી છે. જેના માટે જરૃરી જમીનના ઉતારા લેવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. આ સંદર્ભે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં 7-12ની એક નકલના રુ.5ને બદલે 10 લેવાઈ રહ્યા છે. જેને લઈ ખેડૂતોને અછતમાં પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. આ મામલે ચાણસ્માના
 
ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની જમીનના ઉતારામાં લૂંટઃ 5ને બદલે 10 લેવાય છે

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારે નિષ્ફળ ચોમાસાને પગલે ખેડૂતો માટે ઈનપુટ સહાય જાહેર કરી છે. જેના માટે જરૃરી જમીનના ઉતારા લેવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. આ સંદર્ભે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં 7-12ની એક નકલના રુ.5ને બદલે 10 લેવાઈ રહ્યા છે. જેને લઈ ખેડૂતોને અછતમાં પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. આ મામલે ચાણસ્માના ચવેલી ગામથી રાજ્ય સરકારમાં રજૂઆત-ફરિયાદ કરવામાં આવી છે.

ખેડૂતો પાક નિષ્ફળની ઈનપુટ સબસીડી માટે 7-12 કઢાવવા ગ્રામ પંચાયતથી લઈ મામલતદાર કચેરીએ દોડી રહ્યા છે. જેમાં 7/12 કે 8 અની એક નકલનો ચાર્જ રુ.5 નક્કી થયેલ છે. આ સાથે વર્ષમાં એકવાર નિઃશુલ્ક આપવાનું પણ નક્કી છે.

આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લા પૈકી કેટલાક તાલુકાઓમાં ગ્રામ પંચાયતોમાં રૂ.5ના બદલે 10 લેવાઈ રહ્યા છે. ખેડૂતોને 5 થી 10 નકલો લેવાની થાય ત્યારે રૃ.50 ને બદલે 100 ચુકવવા પડી રહ્યા છે. આ સાથે કેટલીક ગ્રામ પંચાયતોમાં નકલ કાઢી આપતા પહેલા વેરા વસૂલાત માટે દબાણ પાડવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ચાણસ્માના ચવેલી ગામે તલાટી સંજય પટેલે પણ રૂ.10 વસુલતા સ્થાનિક ડેલીકેટ કૈલેશ પટેલે સ્વાગતમાં ફરિયાદ કરવાથી લઈ કલેક્ટર સહિતની કચેરીઓમાં રજૂઆત કરી છે. જેમાં આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે.

5ના 10 લેખે ગણતરી કરીએ તો આ રકમનો આંકડો લાખો રૃપિયામાં પહોંચી રહ્યા છે. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે જમીન જે તાલુકામાં આવેલ હોય અને તે સિવાયના તાલુકા કે જિલ્લામાંથી 7-12ની નકલ કઢાવવામાં આવે તો 5ને બદલે 10 સામાન્યપણે લેવાય છે.

ઠેર-ઠેર ખેડૂતોની કતારો

ઈનપુટ સહાય માટે જરુરી પ્રક્રિયા કરવા ખેડૂતોને જમીનના ઉતારા કઢાવવા ફરજીયાત છે. આથી ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર કેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં ક્યાંક સર્વર, સિસ્ટમ સહિતની ખામી સર્જાતા વિલંબ પણ થઈ રહ્યો છે.